ભાજપ નેતાને પકડવા આવેલી બંગાળ પોલીસને રૂમમાં પૂરી પિટાઇ

લખનૌ, ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભાજપા નેતાની ધરપકડ કરવામાં આવેલી પશ્ચિમ બંગાળ પોલીસની પિટાઇનો મામલો સામે આવ્યો છે. બંગાળમાં ચાર વર્ષ પહેલા હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ પછી ભાજપા નેતા યોગેશ વાર્ષ્ણેયે મુખ્યમંત્રી મમતા બેનર્જીનું માથુ કાપી લાવનારાઓને ૧૧ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. એ કેસમાં બંગાળ પોલીસ અલીગઢ પહોંચી હતી. મોડી રાત સુધી ચાલેલા હંગામા પછી સ્થાનીય પોલીસે મામલો શાંત પાડ્યો.
આ કેસ ભાજપા નેતા સાથે જાેડાયેલ છે. બંગાળ સીઆઈડી સબ ઈંસ્પેક્ટર સુભાષીષ અને સિપાહી આલમગીર ધરપકડ અને કુર્કી સંબંધી નોટિસ લઇ અલીગઢ પહોંચ્યા હતા. મમતા બેનર્જીનું માથુ કાપી નાખનારા નિવેદનને લઇ કોલકાતામાં ૩ કેસ દાખલ કરવામાં આવ્યા છે. બંગાળ પોલીસ પહેલા પણ યોગેશની ધરપકડ માટે આવી ચૂકી છે. ટીમ ફરી પહોંચી ત્યાર પછી મામલાએ તૂલ પકડી છે.
ભાજપા નેતાના સમર્થક પહોંચી ગયા અને બંને પોલીસકર્મીઓને ઘેરી લીધા. આરોપ છે કે રૂમમાં બંધ કરી પિટાઇ પણ કરી. તેની વચ્ચે સૂચના મળવા પર સ્થાનીય પોલીસ વચ્ચે આવી અને બંનેને છોડાવીને સાથે લઇ ગઇ.
આ બાબતે સૂચના મળવા પર સાંસદ સતીશ ગૌતમ, ધારાસભ્ય અને ભાજપા પદાધિકારી પણ ત્યાં પહોંચી ગયા અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે મળીને હંગામો કરતા રહ્યા.ભાજપા નેતા યોગેશ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, પશ્ચિમ બંગાળ પોલીસ સાદા યૂનિફોર્મમાં ઘરમાં ઘૂસી આવી અને તેમના ન મળવા પર ત્યાં મોજૂદ મહિલાઓ સાથે ખરાબ વર્તન કર્યું.
હંગામો થતા પાડોશમાં રહેતી કાર્યકર્તા પહોંચી તો તેની સાથે ધક્કામુક્કી કરવામાં આવી. આ વાતની જાણ થતાં પાર્ટીના સમર્થકો ત્યાં પહોંચી ગયા અને બંને પોલીસકર્મીની પિટાઇ શરૂ કરી દીધી.HS