ભાજપ નેતૃત્વ સૌરવ ગાંગુલીને પશ્ચિમ બંગાળના સુકાની બનાવી શકે છે
કોલકતા, લાંબા સમયથી એ વાતની ચર્ચા છે કે ભાજપ પશ્ચિમ બંગાળ ચુંટણીમાં પૂર્વ ભારતીય ક્રિકેટ અને વર્તમાન બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પોતાના સુકાની બનાવી શકે છે ખુદ ગાંગુલીએ તેના પર અત્યાર સુધી જાહેરમાં કાંઇ કહ્યું નથી જાે કે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે ભાજપના નેતૃત્વને બતાવી દીધુ છે કે તે ન તો રાજનીતિમાં ઉતરવા ઇચ્છે છે અને ન તો વિધાનસભાની ચુંટણી દરમિયાન પાર્ટીનો પ્રચાર કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર સૌરવ ગાંગુલીએ ગત મહીને ભાજપની સામે તે સ્પષ્ટ કર્યું હતું કે તે એકિટવ પોલિટિકસમાં સામેલ થવા માંગતા નથી અને ક્રિકેટ પ્રશાસક તરીકે પોતાની જવાબદારીથી ખુશ છે.સુત્રોએ એ પણ કહ્યું કે ગાંગુલી તરફથી ઇન્કાર કરવામાં આવ્યા બાદ પાર્ટી તેમનું મન બદલવા માટે કોઇ દબાણ કરશે નહીં. ખુદ ગાંગુલી તરફથી હજુ કોઇ નિવેદન આવ્યું નથી ભાજપ સુત્રોએ આ દાવાની ન તો પુષ્ટી કરી છે અને ન તો તેનો ઇન્કાર કર્યો છે.
ભાજપના સુત્રે ૨૦૧૯ લોકસભા ચુંટણી તરફ ઇસારો કરતાં કહ્યું કે પાર્ટી હંમેશા ઇચ્છતી હતી કે ગાંગુલી એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે પરંતુ તે અનેક બીજી ભૂમિકાઓમાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે આજ સ્થિતિ અલગ છે કારણ કે બંગાળમાં અમે મોટી રાજનીતિક શક્તિ બની ગયા છીએ જાે કે તેમણે એ પણ કહ્યું કે ગાંગુલી તરફથી કોઇ પણ ભૂમિકા પાર્ટીની મદદ કરશે. એ યાદ રહે કે ૨૦૧૯ લોકસભા ચુંટણીમાં અભૂતપૂર્વ પ્રદર્શન કરી મમતાના નેતૃત્વવાળી ટીએમસીને આંચકો આપનાર ભાજપ આ વખતે વિધાનસભા માટે જાેર લગાવી રહી છે.HS