ભાજપ પણ આપ ના રસ્તે: હિમાચલ પ્રદેશમાં મફત વીજળી-પાણીની જાહેરાત
નવી દિલ્હી, લોકોને મફત સુવિધાઓ આપવાની AAPની નીતિની BJP છાશવારે ટીકા કરતુ હોય છે ત્યારે હવે ભાજપ પણ આમ આદમી પાર્ટીના રસ્તે ચાલી રહી છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર છે અને હિમાચલ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મહિલાઓને બસ ભાડામાં 50 ટકા છૂટ આપવાની તેમજ 125 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. આ પહેલા હિમાચલમાં 60 યુનિટ સુધી જ મફત વીજળી અપાતી હતી.
સાથે સાથે ઠાકુરે કહ્યુ હતુ કે, ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના બિલ માફ કરવામાં આવશે. જેના પગલે હવે સરકારને 30 કરોડ રૂપિયાની આવક ગુમાવવી પડશે.
જોકે આ જાહેરાતને આગામી ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહી છે. કારણકે હિમાચલ પ્રદેશમાં પણ હવે આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે અને ભાજપે મતદારોને પોતાની તરફે કરવા માટે આપની નીતિ અપનાવી હોવાનુ જાણકારો માની રહ્યા છે.