ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ભરૂચ ખાતે ભવ્ય સ્વાગત
છોટુભાઈ વસાવા ના નિકટના લોકોની હાર બાદ તે પણ ઘર ભેગા થશે : સી.આર.પાટીલે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રેલવે ટ્રેન માં ભરૂચ થી પસાર થતા ભાજપ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર ગુજરાત રાજ્ય મા તેમજ ભરૂચ જીલ્લા ની તમામ સ્થાનીક સ્વરાજ્ય ની સંસ્થાઓ મા ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ટ્રેન મારફતે સુરત જતા હોય ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા ભાજપાના હોદ્દેદારોએ ઢોલ નગારા સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું સ્વાગત કર્યું હતું.જેમાં ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,સાંસદ મનસુખભાઈ વસાવા,પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર અને તાજેતર માં પાલિકા,તાલુકા અને જીલ્લા પંચાયતના ચૂંટાયેલા ઉમેદવારો સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભરૂચ સ્ટેશન પર કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમજ તેવોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ જંગી બહુમતીથી ભાજપને જીતાડવા બદલ જનતાનો આભાર માનવા સાથે ઉમેદવારો ને પણ લોકો ની અપેક્ષા પૂર્ણ કરવા કાર્ય કરવા ની શીખ પણ આપી હતી.ભરૂચ જીલ્લામાં છોટુભાઈ વસાવાના નિકટના લોકોની હાર બાદ આવનારા સમયમાં છોટુ વસાવા પણ ઘર ભેગા થશે તેમ પણ સી.આર.પાટીલે કહ્યું હતું.
ભાજપ પ્રદેશ પ્રમુખ ના સ્વાગત માં ભાજપ કાર્યકરો નો ઉત્સાહ ચરમસીમાએ જણાતો હતો.