ભાજપ માટે ગુજરાતની ઘરતી એક પ્રયોગ શાળા રહી છે: જે.પી.નડ્ડા

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એક દિવસના ગુજરાત પ્રવાસે
ગાંધીનગર, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, તારીખ ૨૯ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી ગુજરાત પ્રવાસે આવ્યા છે.
આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી સાબરમતી આશ્રમની મુલાકાત કરી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પહોંચ્યા હતા. કાર્યાલય પર ઢોલ-નગારા સાથે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી નડ્ડાજીનું કાર્યકરો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશની બેઠક યોજાઇ હતી. બેઠક પછી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી જે.પી.નડ્ડાજીએ જણાવ્યું હતું કે, આજે એક દિવસ ગુજરાત પ્રવાસે આવવાનો અવસર મળ્યો છે. સવારે અમદાવાદ એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી સાબરમતી આશ્રમની મુલાકાત કરી હતી ત્યાર પછી ગુજરાતના વરિષ્ઠ પદાધિકારીઓ , ધારાસભ્યો, સાંસદશ્રીઓને મળી બેઠક કરવામાં આવી હતી. ગુજરાત સંગનાત્મક મોડલ હોય કે વહીવટી મોડલ હોય આ બંને મોડલને આખો દેશ ફોલો કરે છે.
તે બદલ ગુજરાત રાજયને ઘણો આદર અને સન્માન મળે છે. ભાજપ માટે ગુજરાતની ઘરતી એક પ્રયોગ શાળા રહી છે.આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ મહામંત્રી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે વિકાસનું મોડલ વિકસીત કર્યુ છે.

ગુજરાતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં વિકાસની રાજનીતી પ્રસ્થાપિત કરી અને તેના કારણે દેશમાં વિકાસની રાજનીતી આજે પ્રસ્થાપિત થઇ છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતમાં વિકાસના જુદા-જુદા કાર્યો કરી ગુજરાતને નવી દિશા આપી છે તેને સમગ્ર વિશ્વમા લોકો જાેઇ રહ્યા છે.
વાત છે ત્યારે ભાજપાએ જાતિવાદ,સામપ્રદાય,પરિવારવાદ જેવા મુદ્દાને આદરણીયશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિકાસની રાજનીતી થકી જવાબ આપ્યો છે. આજે ભાજપાનો કાર્યકર ગરીબ,વંચીત,સોશિત,પિડિત દલિત વ્યક્તિ સાથે ઉભો છે અને તેને લાભ અપાવવા સતત પ્રયત્ન કરે છે. ભાજપનો એક એક કાર્યકર આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના કાર્યને આગળ લઇ જવાનો સતત પ્રયાસ કરી રહ્યો છે.
દેશની રાજનીતીમાં પરિવર્તનનું કામ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યું છે. પહેલા ચુંટણીઓ જાતીવાદ,પરિવારવાદ પર થતી પરંતું આજે વિકાસની રાજનીતીથી ચુંટણી લડવા રાજકીય પાર્ટીઓ મજબૂર થઇ છે. નડ્ડાજીએ જણાવ્યું કે, કોરોના જેવી વૈશ્વીક મહામારી સામે આખો દેશ આદરણીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં મજબૂત રીતે લડયો.
અમેરિકા,યુરોપ જેવા દેશો કે જેમની પાસે આરોગ્યક્ષેત્ર ખૂબ વિકસિત છે, ખૂબ આગળ છે તેવા દેશો પણ કોરોના સામે લાચાર દેખાતા હતા ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી૧૩૦ કરોડ જનતાને કોરોના મહામારીથી બચાવ્યા.
પહેલા ભારતમાં કોઇ પણ રોગની રસી આવતા ઓછામાં ઓછા ૨૦ વર્ષ લાગતા હતા. પરંતુ દેશના પ્રધાનસેવકે કોરોનાથી દેશની જનતાને બચાવવા તાત્કાલીક રસી બનાવવા દેશના વૈજ્ઞાનીકોને પ્રોત્સાહન આપી દેશમાં એક નહી પણ બે રસી આપી એ દર્શાવા છે કે ભાજપ એક જવાબદાર સરકાર ચલાવે છે.