Western Times News

Gujarati News

ભાજપ માટે રાષ્ટ્રહિત સર્વોચ્ચ છે : વાઘાણી

અમદાવાદ : ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ બિલ (ગુજકોક) ખરડાને રાષ્ટ્રપતિ દ્વારા મંજુરી આપવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઇચ્છાશક્તિને વંદન કર્યું હતું અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો. વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજકોક કાયદાને મંજુરી મળતા ગુજરાતની સાડા છ કરોડ જનતાની સુરક્ષા-સલામતી વધુ સુનિશ્ચિત થશે અને સુરક્ષિત ગુજરાત વધુ સુરક્ષિત બનશે. ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વોને ગુજકોકના અમલમાં આવ્યા બાદ આકરી સજા મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી (આરસીઈપી)માં ન જાડાવવાનો સાહસિક અને ઐતિહાસિક નિર્ણય લઇને ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમના માટે દેશહિત જ સર્વોપરી છે. આરસીઇપીમાં ન જાડાવવાના નિર્ણયથી દેશના ખેડૂતો, પશુપાલકો, લઘુ અને મધ્ય ઉદ્યોગ, દૂધ-ડેરી ઉદ્યોગ તથા ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે, બિનજરૂરી આયાત અટકશે તથા ડેટા સુરક્ષા વધશે. ભાજપ માટે સત્તા એ ભોગ વિલાસનું સાધન નહીં પરંતુ રાષ્ટ્રહિતને સર્વોપરી માની ભારતને વધુ સમર્થ અને શક્તિશાળી બનાવવાના મહાયજ્ઞમાં સહભાગી થવાનું માધ્યમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.