ભાજપ રાજસ્થાન વિધાનસભામાં અશોક ગહલોત સરકારની વિરૂધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે
જયપુર, રાજસ્થાન વિધાનસભાનું સત્ર આવતીકાલ તા.૧૪ ઓગષ્ટથી શરૂ થઇ રહ્યું છે રાજસ્થાન વિધાનસભામાં ભાજપે અશોક ગહલોક સરકારની વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે.વિરોધ પક્ષના નેતા ગુલાબ ચંદ કટારિયાએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે અમારા સાથી પક્ષોની સાથે આવતીકાલે વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહ્યાં છીએ. કટારિયાએ કહ્યું કે અમે અમારી રણનીતિ પર વિચાર કરી રહ્યાં છીએ સચિન પાયલટની ઘર વાપસીથી ગહલોત સરકાર પર આવેલ સંકટ હાલ ટળી ગયું હોય તેવું નજરે પડી રહ્યું છે પરંતુ કટારિયાએ કહ્યું કે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરી શકશે નહીં
કોરોના મહામારીની વચ્ચે આવતીકાલથી આયોજીત થનાર વિધાનસભા સત્ર માટે રણનીતિ બનાવવા માટે વસુંધરા રાજે અને અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓએ આજે બેઠક કરી હતી જુલાઇ મહીનામાં અશોક ગહલોત સરકાર પર સંકટના વાદળો છવાઇ ગયા હતાં ભાજપ પોતાના માટે લાભની સ્થિતિ જાેઇ રહી હતી પરંતુ રાહુલ ગાંધી અને સચિન પાયલોટની વચ્ચે મુલાકાત બાદ કોંગ્રેસનું સંકટ હાલ ટળી ગયું છે. જુલાઇ મહીનામાં સચિન પાયલટના બળવાના વલણ બાદ ભાજપે એક બેઠક બોલાવી હતી પરંતુ બાદમાં તેને રદ કરી દીધી હતી.
હકીકતમાં આ બેઠકમાં વસુંધરારાજેના ભાગ લેવાની કોઇ ખબર ન હતીં સુત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ મુખ્યમંત્રીના સહયોગ વિના ભાજપ વધુ કાંઇ ખાસ કરી શકશે નહીં પાયલટ અને તેમના બાગી સમર્થકોના હટયા બાદ કહેવાતી રીતે ગહલોતની પાસે ૧૦૨ ધારાસભ્યોનું સમર્થન રહી ગયું હતું એટલે કે જાદુઇ આંકડાથી એક સંખ્યા ઉપર રાજસ્થાનમાં ભાજપની પાસે ૭૨ ધારાસભ્યો છે સત્તામાં આવવા માટે તેમને ૩૦ ધારાસભ્યોની જરૂરત ઉભી થાત પાયલટ કેમ્પે કહ્યું હતું કે તેમની પાસે ૩૦ ધારાસભ્યોનું સમર્થન છે પરંતુ આ સંખ્યા ૧૯ સુધી આવીને અટકી ગઇ હતી. આ રાજકીય સંકટ દરમિયાન ભાજપે ધારાસભ્યોની ખરીદ વેચાણથી સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો ગત સોમવારે સચિન પાયલોટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની મુલાકાત કરી અને તમામ ગતિરોધ સમાપ્ત કર્યો ભાજપે મંગળવારે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી પરંતુ કોંગ્રેસના દાવપેચ બાદ બેઠક રદ કરવામાં આવી હતી. સચિન અને રાહુલની મુકાલાતથી હાલ તો રાજસ્થાનનું સંકટ ટળી ગયું છે.HS