ભાજપ શહેર પ્રમુખ મંદિર ખાતે મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે
અમદાવાદ, કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે આવતીકાલે ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રા કર્ણાવતી મહાનગરમાં પરિભ્રમણ કરશે આ સંદર્ભે મહાનગરના ભાજપના અધ્યક્ષશ્રી અમિતભાઈ પી. શાહે સર્વ નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસ તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ પરીપૂર્ણ કરી દેવામાં આવી છે . આ વખતે અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ જેમ કે સમગ્ર રથયાત્રાના સર્વેલેન્સ માટે ડ્રોન કેમેરા સાથે સાથે પોલીસ કર્મીઓના બોડી પર બોડી વોર્ન કેમેરા દ્વારા સર્વેલેન્સ કરવામાં આવશે.
શ્રી શાહે વધુમાં જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી તથા ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદશ્રી અમિતભાઈ શાહ સાહેબ જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતીમાં ઉપસ્થિત રહી, સેવા-પૂજા કરી આશીર્વાદ મેળવશે.SS2KP