ભાજપ સરકારની ખોટી પરિયોજનાઓને કારણે ગંગા નષ્ટ થઇ રહી છે : કોંગ્રેસ
વારાણસી: ઉત્તર પ્રદેશના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય અજય રાયે કહ્યું કે ભાજપ સરકારની ખોટી પરિયોજનાઓને કારણે કાશીમાં મા ગંગાનું અર્ધચંન્દ્રાકાર સ્વરૂપ નષ્ટ થવાને આરે છે અને સરકારે આ પરિયોજનાઓને રોકી નહીં તો તેમની પાર્ટી તેની વિરૂધ્ધ આંદોલન કરશે
રાયે કહ્યું કે જે મા ગંગાના જળથી ૧૭ રીતના રોગોની સારવાર થતી હતી તે જળ આજે કાળુ પડી ગયું છે અને તેમાંથી દુર્ગધ આવી રહી છે કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે ભાજપ સરકારની વર્તમાનમાં ચાલી રહેલ ગંગા પરિયોજનાઓ તેના માટે વિનાશકારી સિધ્ધ થઇ રહી છે અને તાકિદે જાે આ પરિયોજનાઓ પર રોક લાગશે નહીં તો પાર્ટી કાર્યકર્તા તેના માટે આંદોલન કરશે
તેમણે કહ્યું કે કાશીના લલિતા ઘાટની સામે ગંગાની અંદર બનાવવામાં આવી રહેલ ચબુતરાને ઘ્વસ્ત કરવામાં આવે અને ગંગાના પૂર્વ છેડે બની રહેલ નહેરના નિર્માણ પર રોક લગાવવામાં આવે કારણ કે આ પરિયોદનાઓ ગંગા જળને દુષિત કરવા,ઘાટોથી ગંગાને દુર લઇ જવાની સાથે જ ગંગાના અર્ધચંન્દ્રાકાર સ્વરૂપને ખતમ કરવાનું કારણ બનશે
તેમણે કહ્યું કે જાે સરકાર આ પરિયોજનાઓ પર રોક લગાવશે નહીં
કોંગ્રેસ કાર્યકર્તાઓ માર્ગો ઉપર ઉતરશે અને જનઆંદોલન કરશે કોંગ્રેસ નેતાએ કહ્યું કે આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો પરાજય નિશ્ચિત છે તેમણે કહ્યું કે ભાજપે સામાન્ય વ્યક્તિ માટે કોઇ કામ કર્યું નથી માત્ર મોટી મોટી જાહેરાતો કરી છે.