ભાજપ સાંસદ કાછડિયાએ નીતિન પટેલેને નકામા ગણાવ્યા

જુનાગઢ, ભાજપના પુર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પડતા મુકાયા બાદ જુનાગઢના સાંસદ નારણ કાછડિયાએ નીતિન પટેલ ગાંધીનગરમાં કોઇ કામ ન કરતા હોવાનો નિર્દેશ કરીને “નકામા ” કહીને સૌને ચોંકાવી દિધા છે. નીતિન પટેલની ફેસબુક પોસ્ટમાં અમરેલીના “સાંસદ નારણ કાછડીયા” એ કૉમેન્ટ કરતાં કહ્યું કે, ગાંધીનગર આવીએ ત્યારે સામે પણ જાેતા નહિ કામની તો પછી વાત રહી ,
ખુલ્લેઆમ વિરોધીસુર વ્યકત કર્યો ભાજપે રાજય સરકારના તમામ મંત્રીઓને બદલી નાખ્યા છે, તેવા સંજાેગોમાં રાજયના પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પક્ષમાં વિભીષણ અને મંથરા એવા નિવેદન જારી કર્યા હતા.
તેનો સોશિયલ મીડિયામાં જવાબ આપતાં નારણ કાછડિયાએ નીતિનભાઇને એમ કહીને ચુંટીયો ખણ્યો હતો કે, ગાંધીનગર અમે આવતા તો સામે પણ જાેતા ન હતા. હવે પાર્ટીમાં વિભીષણ અને મંથરાની વાતો કરી રહ્યા છે.ભાજપનાં સાસંદે ખુલ્લેઆમ વિરોધીસુર વ્યકત કર્યો હતો.
તાજેતરમા સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને આખું પ્રધાન મંડળમાં ફેરફારો કરી આખી સરકાર બદલી ગઈ છે ત્યારે અનેક લોકો સોશિયલ મીડિયા પર કોમેન્ટ અને મેસેજ મુકતા હોય છે ત્યારે હવે અમરેલીના સાંસદ નારણ કાછડીયા દ્વારા ફેસબુક મા નીતિન પટેલ એ મુકેલી પોસ્ટમાં કૉમેન્ટ કરતા અમરેલી પંથકમાં રાજકરાણ ગરમાયુ છે. અહીં ફેસબુક પોસ્ટમાં નારણ કાછડીયા દ્વારા બે કોમેન્ટ લખી છે.
પ્રથમ કોમેન્ટમાં “ગાંધીનગર આવ્યે ત્યારે સામે પણ જાેતા નહિ કામની તો પછી વાત રહી” ત્યાર બાદ બીજી કોમેન્ટમાં લખ્યુ “અત્યારે ખબર પડી” તેના જવાબમાં કેટલાક નીતિન પટેલના સમર્થકો એ કહ્યું નીતિન પટેલને સાઈડ કરી દીધા છે. આ પ્રકારની બધી કોમેન્ટો જાેવા મળી હતી.
અમરેલીના સાંસદની નીતિન પટેલની નારાજગી પાછળ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, થોડા મહિનાઓ અગાઉ કોરોના કાળ દરમ્યાન દર્દીને સાવરકુંડલા હોસ્પિટલમાં દાખલ કરવા માટે એક ડોકટર સાથે ની ઓડિયો કલીપ વાયરલ થઈ હતી અને તે મુદ્દે તેમની બદલી કરવા મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો.
ત્યાર બાદ ત્યાંના તબીબની બદલી નહિ થતા નાયબ મુખ્યપ્રધાન સાથે નારણ કાછડિયાની બોલાચાલી થઈ હોવાનુ ચર્ચાય રહ્યું હતુ. તેના કારણે સત્તા પરથી ઉતરેલા નીતિન પટેલને કામ ન કરતા હોવાનાં એટલેકે નકામા હોવોનું લથીને કૉમેન્ટમાં બળાપો હોવાનું મનાય છે.HS