ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ તેજસ વિમાનમાં ઉડાન ભરી
બેંગ્લુરૂ, ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ આજે કર્ણાટરના બેંગ્લુરૂમાં ચાલી રહેલ એરો ઇન્ડિયા શોમાં લાઇટ કોમ્બેટ એયરક્રાફટ (એલસીએ) તેજસ વિમાનમાં ઉડાન ભરી રક્ષા મંત્રી રાજનાથસિંહે કર્ણાટરના પાટનગર બેંગ્લુરૂમાં ગઇકાલે ૧૩માં એરો ઇન્ડિયા સંસ્કરણનું ઉદ્ધાટન કર્યું હતું.
શોના બીજા દિવસે પણ ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ હવામાં ગજબના કરતબ બતાવ્યા હતાં આ દરમિયાન ભાજપના યુવા સાંસદ તેજસ્વી સૂર્યા વાયુસેના પાયલોટની ડ્રેસ પહેરી જાેવા મળ્યા.
તેમણે ભારતમાં નિર્મિત હળવા લડાકુ વિમાન તેજસમાં ઉડાન ભરી એ યાદ રહે કે તેજસ્વી બેંગ્લુરૂથી ભાજપ સાંસદ છે આ વખતે તેમના સંસદીય વિસ્તારમાં એરો ઇન્ડિયા શો થઇ રહ્યો છે.