Western Times News

Gujarati News

ભાજપ સાથે કોઇ સભ્યો સંપર્કમાં હોવાના હેવાલને કોંગ્રેસનો રદિયો

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમી વધી ગઈ છે. આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. રાજ્યસભાની ચાર બેઠકોને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જારદાર જંગ ખેલાય તેવી શક્યતા દેખાઈ રહી છે. કોંગ્રેસના કેટલાક સભ્યો ભાજપના સંપર્કમાં હોવાની આશંકા વચ્ચે આજે કોંગ્રેસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી.

કોંગ્રેસના વિધાનસભા દંડક શૈલેષ પરમારે કહ્યું છે કે, કોંગ્રેસના ધારસભ્યો બિલકુલ અકબંધ છે. સંખ્યાબળ ૭૪નું છે અને છેલ્લે સુધી ૭૪નું જ રહેશે. શૈલેષ પરમારનું કહેવું છે કે, તમામની ઇચ્છા હોય છે પરંતુ હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારના સંદર્ભમાં અંતિમ નિર્ણય કરવામાં આવશે. ટૂંકમાં જ જાહેરાત પણ થશે. બીજી બાજુ ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે તેના બે ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે જે પૈકી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાના નામ જાહેર થઇ ચુક્યા છે. કોંગ્રેસ તરફથી હજુ નામની જાહેરાત કરવામાં આવી નથી.

કોંગ્રેસ તરફથી રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુપ્તતા રાખવામાં આવી રહી છે. રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો સતત નિવેદન કરી રહ્યાં છે, જેને લઇ બંને પક્ષે રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને બંને પક્ષના નેતાઓના નિવેદનોની સાથે સાથે અફવા અને આક્ષેપોનું પણ બજાર ગરમ છે, તેમાં પણ ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો તોડવાની ચર્ચા શરૂ થતા કોંગ્રેસ ધારાસભ્યોને ભાજપમાં જતા બચાવવા મેદાને પડી છે. આ ઘટનાક્રમ વચ્ચે આજે વિધાનસભામાં કોંગ્રેસના દંડક શૈલેષ પરમારે આજે સ્પષ્ટ કર્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો અકબંધ છે. અમને કોઈ ઓફરો થઈ નથી, હું કોઈ જ્યોતિરદિત્ય સિંધિયા નથી કે એમની જેમ પાર્ટી છોડી દઉં. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની તોડજોડની નીતિ કામ લાગશે નહીં.

અમારું સંખ્યાબળ કોંગ્રેસ અને એક અન્ય મળી કુલ ૭૪નું છે અને તે અકબંધ રહેશે. ગુજરાતમાં આગામી તા. ૨૬ માર્ચે યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હોર્સ ટ્રેડીંગ જેવી સ્થિતિ ઉભી થઈ છે અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જા કે કોંગ્રેસના ધારાસભ્યો આ વાતને સમર્થન આપતાં નથી. બીજી તરફ ભાજપ તોડજાડની નીતિ અપનાવતો હોવાનું ખુદ કોંગ્રેસના ધારાસભ્યો જ નિવેદનબાજી કરી રહ્યા છે. તો, ભાજપના જ કેટલાક નેતાઓએ રાજયસભાની ચૂંટણીને લઇ થોડા દિવસ અગાઉ જ કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવવા ખુલ્લુ આમંત્રણ પાઠવ્યું હતું.

આમ, રાજયસભાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસમાં સત્તાનુંં રાજકારણ ગરમાયુ છે રાજયસભાની ચૂંટણી બંને પક્ષ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. હાલની સ્થિતિ જાતાં ભાજપ અને કોંગ્રેસ બંને બે-બે બેઠકો પર જીતનો દાવો કરી રહી છે પરંતુ ભાજપ તડજાડની કૂટનીતિ મારફતે વધુ એક બેઠક કોંગ્રેસ પરથી આંચકવાની ફિરાકમાં હોવાની પણ ચર્ચા રાજકીય ગલિયારામાં ચાલી રહી છે. જેથી કોંગ્રેસ પણ તેના ધારાસભ્યોને બચાવવાની ડિફેન્સ નીતિ સાથે ફુંકી ફુંકીને પગલા ભરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.