ભાજપ હાઈકમાન્ડેે અધુરા પ્રોજેક્ટો ઝડપથી પૂરા કરવા આદેશ આપ્યાની ચર્ચા
ગુજરાતમાં ચૂૃંટણી વહેલા આવે એેવા સંકેતો: ભાજપ-કોંગ્રેેસમાં બેઠકોની શરૂઆતઃ કોંગ્રેસમાં વિધાન સભા દીઠ બેઠકોનો ધમધમાટ, ભાજપની ‘આપ’ પર નજર
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી વહેલી યોજાય એવી સંભાવના રાજકીય સ્તરે વ્યક્ત કરાઈ રહી છે. અલબત્ત, સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ રાજકીય પક્ષોએ જે પ્રકારે કવાયત શરૂં કરી દીધી છે તેને જાેતા વિધાન સભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે.
આ વખતે ભાજપ કોંગ્રેસ અને આમ-આદમી પાર્ટી (આપ) વચ્ચે ત્રિ-પાંખીયો જંગની સંભાવના છે. દરમ્યાનમાં ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી વહેલા આવશે એવા સંકેતો મળી રહ્યા છે. તેમાં રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.
ભારતીય જનતા પાર્ટી તરફથી તો વર્ષના ૩૬પ દિવસ તૈયારીઓ ચાલતી હોય છે એવું કહેવાય છે. તેમ છતાં જ્યાં સુધી વાસ્તવિક્તાની વાત છે ત્યાં સુધી ભાજપ હાઈકમાન્ડ દ્વારા તમામ અધુરા પ્રોજેક્ટોને ઝડપથી પૂર્ણ કરવા આદેશ અપાયાની રાજકીય ગલિયારીઓમાં ચર્ચા છે.
રોડ-રસ્તા, મેટ્રો ટ્રેનના જે ફેઝની કામગીરી પૂર્ણ થવામાં છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવાયુ છે. રોડ-રસ્તાના કામ જ્યાં બાકી છે તે ઝડપથી આટોપી લેવા જણાવાયુ છે.
મતલબ એ કે ભાજપ તરફથી ફૂલપૃફ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વોર્ડ પ્રમાણે મીટીંગો યોજાઈ રહી છે તેમ કહેવાય છે. સૌથી અગત્યની વાત એ છે કે ભાજપ વિધાન સભાની ચૂંટણી વહેલા લાવે એની પાછળ એક તર્ક એવો છે કે તે કોંગ્રેસ કે આપ’ ને તૈયારીઓ કરવાનો સમય ઓછો આપવા માંગે છે.
ખાસ કરીને ‘આપે’ ને લઈને ભાજપ ચિંતીત હોવાનું મનાઈ રહ્યુ છે. આમઆદમી પાર્ટીએ તેના રાજકીય પાના છુપાવી રાખ્યા છે. તે ક્યારે ઓપન કરે છે એ તો સમય જ બતાવશે.
બીજી તરફ કોંગ્રેસે વિધાન સભા પ્રમાણે બેઠકો યોજવાની તૈયારીઓ આરંભી દીધી છે. મણીનગર, સહિત ની વિવિધ બેઠકો માટે નિરિક્ષકોની ઉપસ્થિતિમાં ભોજન સાથે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આગેવાનો-કાર્યકરો સૌ કોઈ સાથે મળીને વિધાનસભાની બેઠકોમાં ઉમેદવારોના સંદર્ભમાં તથા સ્થાનિક સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. જેમને ‘પક્ષ છોડ્વો છે તેમના માટે દરવાજા ખુલ્લા હોવાની નીતિ અપનાવવામાં આવી રહી છે.
કાર્યકરો, આગેવાનો હવે ચૂંટણી જીતવાના લક્ષ્ય પર ધ્યાન આપી રહ્યા છે. વિધાન સભાની ચૂંટણીના સંદર્ભમાં સતાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ ભાજપ-કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી (આપ) તરફથી તૈયારીઓ શરૂ કરાઈ છે. રાજકીય રીતે જાેઈએ તો ભાજપની નજર હવેે ‘આપની દરેક મુવમેન્ટ પર રહેશેે. ભાજપ ેઆપ’ને મજબુત પરિબળ તરીકે જાેઈ રહ્યો હોવાની આશંકા અસ્થાને નથી.