Western Times News

Gujarati News

ભાટ ગામ ખાતે સરપંચોનું સંમેલન યોજાયું

Ms. Lipi Khandhar

અમદાવાદ, ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપની કેડીલા ફાર્માસ્યુટિકલ્સે શનિવારે તેના વડા મથક ભાટ ગામે સરપંચોના સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનનો ઉદ્દેશ ગામડાંના આગેવાનોને વિવિધ સરકારી યોજનાઓ તથા ગામડાઓના વિકાસમાં આ યોજનાઓ વડે કઈ રીતે યોગદાન આપી શકાય તે અંગે જાણકારી આપવાનો હતો. સંમેલનમાં હાજર રહેલા સરપંચોને કેડીલા ફાર્માના ઘનિષ્ટ ગ્રામ વિકાસ કાર્યક્રમ અંગે પણ માહિતી આપવામાં આવી હતી, જેથી સરપંચો તેમના ગામમાં આધુનિક સુવિધાઓ સ્થાપી શકે.

અમદાવાદના ડીડીઓ અરૂણ મહેશ બાબુ, દસકોઈ ભાજપના પ્રમુખ રાજુભાઈ પટેલ, ધોળકાના પ્રાંત ઓફિસર પી એમ જલાંધરા, દસકોઈના ટીડીઓ  બી સ  લાસ્નીયા  અને  ધોળકા ના ટીડીઓ બીપીન સાધુ, જેવા મહાનુભવો આ સંમેલનમાં હાજર રહ્યા હતા.

સરપંચ સંમેલનનું આયોજન Know Your Rights Foundation ના સહયોગથી યોજવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં હાજર રહેલા લોકોને ગામડાંઓ અને ગ્રામ વિકાસ અંગેની સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સરપંચોને તેમની મૂળભૂત ફરજો, જવાબદારીઓ, હક્કો અને વિકાસ કાર્યો હાથ ધરવા અંગેની સત્તાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

પૂંસરી ગામના સરપંચ શ્રી હિમાંશુ પટેલ (Punsri village sarpanch Himanshu Patel) આ વર્કશોપમાં મહેમાન વક્તા હતા. પૂંસરી ગામમાં વિવિધ સરકારી યોજનાઓના અમલ તથા ગામને આધુનિક બનાવવામાં તેમના યોગદાન બદલ રાજ્ય સરકારે તેમનું બહુમાન કર્યું હતું. તેમણે પોતાની જાણકારી અને અનુભવો હાજર રહેલા સરપંચો  સમક્ષ  જણાવ્યા હતા. તેમના ગામડાં પણ કેવી રીતે આ યોજનાઓનો લાભ લઈ શકે તે અંગે માહિતી આપી હતી.

સંમેલન ને સંબોધિત કરતા શ્રી હિમાંશુ પટેલ જાણવ્યુ કે સરપંચ ગામ ના વિકાસ માટે બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. આલોકે પોતાના જીમએદારી, રાઈતસ અને ફર્જ સમાજવી પડશે. સરપંચએ શીશકન, સ્વસ્થ, પોષણ, સ્વ્વાચ્ચતા,સડક અંદ બીજી સરકારી સ્કીમ્સ ને  પોતની રીતે સમજવી પડશે અને એમના  ગામોમાં લાગુ  કરવી.

આ પ્રસંગે બોલતા અહમદાવાદના જિલા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ કહું “ કેન્દ્ર અંદ રાજ્ય સરારે ગામ ના વિકાસ માટે ઘણી પહલ કરી છે. ગ્રામ્જન્યાઓ ના જરોરોતો અને પ્રથીમિકતા ને ધ્યાન માં રાખી કેન્દ્ર અને રાજ્ય સરકાર નાણા સાહત્ય કરી શકે પરંતુ તનઈ પહલ ગ્રામજનો લેવી. હિમાંશુ અનયા સરપંચ અમેના ગામની વિકાશીલ બનવી શક્ય સરકારી સ્કીમ્સસારી રીતે ઈમ્પ્લેમેન્ત કરી, એજ રીતે બીજા સરપંચ પોતા ના ગામના વિકાસ માટે ખુબજ અગત્યની ભૂમિકા ભજવે છે.”

કેડીલા ફાર્માસ્યુટિકલ્સના પ્રેસિડેન્ટ- સીએસઆર શ્રી બી.વી.બુચે જણાવ્યું હતું કે ” સરકાર ગામડાંઓના વિકાસ માટે ઘણી ઉપયોગી યોજનાઓ ચલાવે છે, પરંતુ આ યોજનાઓનો કેવી રીતે લાભ લેવો તે અંગે જાણકારીનો  લોગોમાં  અભાવ વર્તાય છે. આ વર્કશોપનો ઉદ્દેશ સરપંચોને માર્ગદર્શન આપવાનો હોવાથી તે સરકારી યોજનાઓનો પૂર્ણ ઉપયોગ કરી શકે.”

આજની વર્કશોપ ખૂબ જ અનોખી અને આ પ્રકારની પ્રથમ વર્કશોપ હતી. કેડીલા ફાર્મા ધોળકા અને દસકોઈ તાલુકામાં આ પ્રકારની વર્કશોપનું હવે પછી આયોજન કરશે. કેડીલા ફાર્મા 6 માસ સુધી વિવિધ ગામ ના લોગો ને   માહિતગાર કરશે અને સરકારી યોજનાઓના લાભ અપાવવામાં સહાય કરશે. કેડીલા ફાર્મા જણાવે છે કે આ યોજનાનો ઉદ્દેશ ગામડાંના ઉત્કર્ષનો અને વધુને વધુ ગામોને આદર્શ ગામ બનાવવા માટેનો છે.

એક જવાબદાર કંપની તરીકે કેડીલા ફાર્મા સીએસઆર પ્રવૃત્તિને ટોચની અગ્રતા આપે છે. કંપનીએ તાજેતરમાં ભાટ ગામને વાંચનાલય માટે ભંડોળ પૂરૂં પાડ્યું છે. વિશ્વ પર્યાવરણ દિનના રોજ કંપનીના ઉત્પાદન એકમા 1000 દિવસમાં  1 લાખ વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી છે.

આ યોજના હેઠળ 50,000 વૃક્ષો વાવવામાં આવ્યા છે. ફાર્મા ક્ષેત્રની આ અગ્રણી કંપનીએ ગામડાંની મહિલાઓને રોજગારીમાં સહાય માટે સ્વ-સહાય જૂથોની સ્થાપના કરી છે. આ ઉપરાંત કંપની નિયમિતપણે આરોગ્ય શિબિરોનું સંચાલન કરે છે, સ્વચ્છતા ઝૂંબેશ ચલાવે છે, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો  હાથ ધરે છે તથા ગામડાંઓમાં બાળકોના શિક્ષણ માટેની પ્રવૃત્તિઓ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.