ભાડજનું હરે કૃષ્ણ મંદિર ત્રણ દિવસ માટે બંધ રખાશે
અમદાવાદ: કોવિડ – ૧૯ મહામારીના પગલે ભગવાન જગદીશ્વર શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ ફિક્કો રહેશે. જગત પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર સહિત નાના મોટા તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તો વગર કૃષ્ણ જન્મ મહોત્સવનું આયોજન કરાયું છે. ભક્તો ઓનલાઇનના માધ્યમથી દર્શન કરે તેવી વ્યવસ્થા ગોઠવી છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
જન્માષ્ઠમીના તહેવાર પર કોવિડ – ૧૯ મહામારીએ જાણે ગ્રહણ લગાડ્યું હોય તેમ લાગી રહ્યું છે. જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજાએ જણાવ્યુ હતુ કે કોરોના વાયરસ સંક્રમણ ન વધે તે માટે સરકાર દ્વારા ધાર્મિક મેળાવડા અને જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવામા આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના જમાલપુર ભગવાન જગન્નાથ મંદિર આ વખતે જન્મ મહોત્સવ થશે.
પરંતુ ભક્તોની ગેરહાજરીમાં. બુધવારે જન્માષ્ઠમી રાત્રે મંદિર પરિસર ભક્તો માટે બંધ કરાયું છે . ભક્તો સોશિયલ
મીડિયાના માધ્યમથી દર્શન લાભ લેશે. ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરના સંચાલક રાયારામદાસજી જણાવ્યું હતું કે મંદિર દ્વારા ૧૧ તારીખ થી મંદિર ત્રણ દિવસ ભક્તો માટે બંધ રહેશે .પરંતુ મંદિરમાં ભગવાન કૃષ્ણનાં જન્મ મહોત્સવની તમામ વિધીઓ કરવામાં આવશે. સવારથી લઇ સાંજ સુધી અનેક વિધીઓ જશે.ભગવાનનો શુગાર અને મહાઆરતી યોજાશે. ભગવાનના વાધા સ્પેશિયલ તૈયાર કરાયા છે .
પરંતુ આ તમામ વિધી ભક્તો મંદિરમાં નહી પરંતુ ઘર બેઠા સોશિયલ મિડીયાના માધ્યમ જોઇએ શકશે. અમદાવાદ શહેરના કૃષ્ણ મંદિરોમાં પણ ભગવાન કૃષ્ણનો જન્મ મહોત્સવ એટલે જન્માષ્ઠમીની ઉજવણીઓ રદ કરાઇ છે . અથવા પછી માત્ર મંદિર પુરતા કાર્યક્રમો રખાયા છે . ભક્તોને ઓનલાઇનના માધ્યમથી દર્શનની વ્યવસ્થા કરાઇ છે.