ભાડૂઆતે મોદીનો ફોટો રાખ્યો તો કરી રહ્યા છે હેરાનગતિ
ઈન્દોર, હાલમાં જ ઉત્તર પ્રદેશમાં એક મુસ્લિમ યુવકને ભાજપની જીતની ઉજવણી કરવી ભારે પડી અને તેની ર્નિદયતાથી મારપીટ કરાઈ જેમાં તેનું મોત નિપજ્યું. હવે બીજાે એક બનાવ ઈન્દોરમાં સામે આવ્યો છે જ્યાં એક મુસ્લિમ યુવકને તેના ઘરમાં પીએમ મોદીનો ફોટો રાખવો ભારે પડ્યો છે. એવો આરોપ છે કે પીએમ મોદીનો ફોટો ઘરમાં રાખવા બદલ તેનો મકાન માલિક અને પાડોશી ઘર ખાલી કરાવવાની ધમકી આપી રહ્યા છે. આ પીડિત યુવકે હવે સરકાર પાસે ગુહાર લગાવી છે.
વાત જાણે એમ છે કે પીએમ નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રેરિત એક યુવક મંગળવારે ઈન્દોરમાં પોલીસ જનસુનાવણીમાં પહોંચી ગયો હતો. પીર ગલીમાં રહેતા યુસુફે અધિકારીઓને કહ્યું કે તેણે પોતાના ઘરમાં પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો લગાવ્યો છે.
ઘરનો માલિક શરીફ મનસૂરી, યાકૂબ મનસૂરી અને સુલ્તાન મનસૂરી આ ફોટાને હટાવવાની માગણી કરી રહ્યા છે. ફોટો ન હટાવવા બદલ ઘર ખાલી કરાવવાની ધમકી પણ આપી રહ્યા છે. પીડિત યુવકના જણાવ્યાં મુજબ પીએમ મોદીનો ફોટો ઘરમાં રાખ્યા બાદ તેને અને તેના પરિજનોને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે.
છેલ્લા ૮ દિવસથી તેના ઘરની હાલત એવી થઈ ગઈ છે કે તેની માતાને હાર્ટ એટેક આવી ગયો છે. જેમની સારવાર કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. બીજી બાજુ મકાન માલિક સતત ઘર ખાલી કરાવવાની ધમકી આપે છે. જેના કારણે તેણે જન સુનાવણીમાં આવવું પડ્યું.
એડિશનલ ડીસીપી મનિષા પાઠક સોનીએ આ મામલે વિગતો આપતા કહ્યું કે મામલાને તપાસ માટે સોંપ્યો છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ આવો એક બનાવ યુપીના કુશીનગરમાં બન્યો હતો જેમાં ભાજપની જીત પર એક મુસ્લિમ યુવકે ઉજવણી કરતા તેના સમાજના લોકોએ તેની ર્નિદયતાથી પીટાઈ કરીને હત્યા કરી નાખી. યુવક ભાજપની જીત પર કુશીનગરમાં મીઠાઈ વહેંચી રહ્યો હતો.SSS