ભાણવડમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
જામકંડોરણાની રામપરની નદીમાં કાર તણાતા ૩ મહિલાના મોત
અમદાવાદ, ગુજરાત ક્ષેત્ર અને સૌરાષ્ટ્ર Saurashtra તેમજ કચ્છમાં Kutchh મોનસુન જારદારરીતે સક્રિય થયુ છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. Heavy rain in Gujarat Saurashtra ભાણવડમાં કલાકના ગાળામાં જ આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકી જતા ચારે બાજુ જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. બીજી બાજુ ખંભાળીયામાં બે કલાકના ગાળામાં જ પાંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. માણવદરમાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. ટંકારામાં Tankara સાળા ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. કલ્યાણપુરમાં Kalyanpur ૩.૫ મીમીથી વધુ વરસાદ થયો છે. વથંલીમાં Vanthli પણ ભારે વરસાદ થયો છે. ગીરસોમનાથમાં Gir Somnath અતિભારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સવત્ર જળબંબાકારની Âસ્થતિ જાવા મળી રહી છે. બીજી બાજુ પાટણમાં છ કલાકમાં આઠ ઇંચ સુધીનો વરસાદ થઈ ગયો છે. રાજકોટ સહિતના સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર જારી રહેતાં હવે લોકો પણ મેઘરાજાને ખમૈયા માટે મનામણાં કરતા જાવા મળી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને કપાસ, મગફળી સહિતના પાકની નુકસાનીને લઇ ચિંતામાં ગરકાવ બન્યા છે અને પોતાના પાકની નુકસાનીને લઇ હવે સરકાર સમક્ષ વળતરની માંગણી કરી રહ્યા છે.
આજે પણ રાજકોટ, ગીર-સોમનાથ, જૂનાગઢ, વેરાવળ, જામકંડોરણા, માંગરોળ, પોરબંદર, ભાવનગર, ગીરનાર, જેતપુર સહિતના અનેક પંથકોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. આ તમામ પંથકોમાં સરેરાશ બેથી નવ ઇંચ સુધીનો સરેરાશ વરસાદ નોંધાયો હતો. તો, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ચારથી ૧૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અનેક ગામો અને પંથકો જાણે કે, બેટમાં ફેરવાયા હતા. તો, ઉત્તર ગુજરાતના પંથકોમાં પણ જાણે મેઘકહેરની જેમ વરસાદ વરસ્યો હતો. પાટણમાં માત્ર છ કલાકમાં સાત ઇંચ વરસાદથી જળબંબાકાર અને બેટની સ્થિતિ સર્જાઇ હતી.