ભાત ખાનારા વ્યક્તિઓ ચેતી જજો, તમે પ્લાસ્ટીક નથી ખાઈ રહ્યાને!!

બાસમતી રાઈસમાં પ્લાસ્ટીકના ચોખાની ભેળસેળ..!!- રાજ્યના અન્ય વિસ્તારોમાં સેમ્પલ લેવાયાં
મહેસાણા, બાસમતી રાઈસમાં પ્લાસ્ટીકના ચોખાની ભેળસેળ થતી હોવાની માહિતી મળતાં ઉચ્ચ કક્ષાએથી મળેલા આદેશો અનુસાર રાજયના અન્ય વિસ્તારોમાં બ્રાન્ડેડ બાસમતી રાઈસના સેમ્પલ લેવામાં આવ્યા છે તે જાેતાં ઉત્તર ગુજરાતમાં પણ બાસમતી રાઈસમાં પ્લાસ્ટીકના ચોખાની ભેળસેળના પગલે તપાસ કરી સેમ્પલ લેવાય તેવી વકી છે.
રાજયમાં આરોગ્ય અને ફૂડ વિભાગની સારી કામગીરી છતાં જિલ્લા કક્ષાએ ખાસ કરીને ફૂડ વિભાગના ઉઘરાણાં જગ જાહેર છે. અગાઉ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ફુડ વિભાગમાં ઓફીસર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી લાખો રૂપિયાની લાંચ લેતાં પાટણ જિલ્લામાં ઝડપાયા હતા
ત્યારે જ પ્રજા અને વેપારીઓને ખ્યાલ આવ્યો કે ભેળસેળ દબાવી દેવા માટે કેટલા મોટા તોડ થતા હતા. જાેકે આ ઘટના પછી પણ તંત્રમાં કોઈ સુધાર આવ્યો નથી. ઉત્તર ગુજરાતના ફુડ વિભાગના મોટાભાગના અધિકારીઓ દિવાળીનો તહેવાર આવે તે સમયે જ પોતાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા માટે માત્ર તપાસની તિકડમ બાજી ઉભી કરી પાછલા બારણે સેમ્પલ કેવી રીતે પાસ થાય તેનો ખેલ પૂરો કરી દે છે
અને હવે રાજય સરકાર સુધી વિગતો પહોંચી છે કે બાસમતી રાઈસમાં પ્લાસ્ટીકના ચોખાની ભેળસેળ કરવામાં આવી છે અને જાે ભેળસેળ થઈ હોય તો પ્રજાના આરોગ્ય ઉપર ગંભીર ખતરો પેદા થઈ શકે છે. જેના કારણે તાબડતોબ રાજયના કેટલાક વિસ્તારોમાં ભેળસેળની આશંકાથી ચોખાના સેમ્પલ લેવામાં આવ્યા છે.
બાસમતી બ્રાન્ડેડ રાઈસ ઉત્તર ગુજરાતના રસોઈ શોખીન અનેક લોકો માટે આ પ્રિય છે. આ સંજાેગોમાં ઉત્તર ગુજરાતની પ્રજાના પેટમાં પ્લાસ્ટીકના ચોખા ધરબાઈ જાય તે અગાઉ ફુડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવે તે પ્રજાના આરોગ્યના હીતમાં છે.