ભાત ગામની સીમમાં ખુલ્લામાં જુગાર રમતા ૯ ખેલી પકડાયા
(એજન્સી) અમદાવાદ, ભાત ગામની સીમમાં ખુલ્લામાં જુગાર રમતા-૯ લોકોને અસલાલી પોલીસ પકડી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે રેેડકરી જુગાર રમતા લોકોને પકડી તેમની પાસેથી રોકડ રૂા.૧.૧૮ લાખ સહિત રૂા.૧.૩૧ કરોડનો મુદ્દામાલ કબજે લીધો હતો.
અસલાલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ભાત ગામની સીમમાંમોટા છાપરા જવાના રોડ નજીક કેટલાંક લોકો જુગાર રમી રહ્યા છે. પીઆઈ પી.આર. જાડેજાની ટીમે ભાત ગામની સીમમાં પહોચી ખુલ્લામાં જુગાર રમતા લોકોને કોર્ડન કરી પકડી પાડ્યા હતા.
ગણતરી કરતા ત્યાં ૯ માણસો જુગાર રમતા હોવાનું માલુમ પડ્યુ હતુ. પકડાયેલા શખ્સોના નામ પૂછતા અનવરહુસેન પરમાર (ઉ.વ.૪૯, રહે.કાસિન્દ્રા), આસિફ પઠાણ, (ઉ.વ.૩૭, રહે.સરખેજ) જગદીશ ઠાકોર (ઉ.વ.ર૮, રહે.કાસિન્દ્રા), સાગર પટેેલ (ઉ.વ.૩૦) રહે.ચિલોડા) ચેતન વાઘેલા (ઉ.વ.૩૬, રહે.કાવિઠા), અસલમ પઠાણ (ઉ.વ.૪૬ રહે..ધોળકા) શાહરૂખ મલેક (ઉ.વ.ર૪,) રહે.ધોળકા) કરણ લુહાર (ઉ.વ.ર૦), રહે. સરખેજ) અને ઉસ્માનગની શેખ (ઉ.વ.૬૦) રહે.ધોળકા) હોવાનું જણાવ્યુ હતુ.
પોલીસે જુગાર રમતા હતા ત્યાંથી ગંજીપાના તથા જુદા ુદા દરની ચલણી નોટો રૂા.૯૪પ૦ મળી આવી હતી. આરોપીઓની અંગજડતી લેતા પોલીસને રૂા.૧.૦૯ લાખ રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત પાંચ મોબાઈલ ફોન મળી કુલરૂા.૧.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.