ભાદરડીથી ડુંગરી ગામના રસ્તો વર્ષોથી વેરણ-છેરણ
(પ્રતિનિધિ) નેત્રામલી, સરકાર દ્વારા લાખો- કરોડો રૂપિયાના ખર્ચે વધુ ને વધુ રસ્તાઓનું રીનોવેશન કરવામાં આવી રહ્યું છે પરંતુ અંતરીયાળ વિસ્તારના ગામોમાં વર્ષો પહેલાં બનેલા રસ્તા ઓ ખખડધજ બની જવા છતાં પણ સમારકામ કરવામાં આવ્યું નથી જેમાં ઇડર તાલુકાના હજુ પણ ધણા ગામ પાકા રસ્તા વિહોણા અને વર્ષો પહેલાં બનેલા પાકા રસ્તા ઓનું સમારકામ સમયસર ન થતાં આજ ના સમયે ખૂબ જજૅરીત થતાં વાહનચાલકો ને ભારે હાલાકી ભોગવવી પડે છે.
જેમાં ડુંગરી થી ભાદરડી ગામ નો રોડ છેલ્લા કેટલાય વર્ષોથી જજૅરીત થઇ જવા પામ્યો છે જેનું સમારકામ આજદિન સુધી હાથ ધરવામાં ન આવતાં દિવસે – દિવસે રસ્તા ઉપરની કપચી અને ડામરના છેદ ઉખડી ને વેરણછેરણ થઈ જવા પામ્યો છે. ભાદરડી ગામ ના અગ્રણી ઓ એ હિંમતનગર- ઇડર ના ધારાસભ્યશ્રી અને માગૅઅને મકાન વિભાગ મા કેટલીકવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ આજદિન સુધીમાં કોઈ પણ પ્રકારની તજવીજ હાથ ધરવામાં ન આવતાં લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા ઉપર ના એક – એક ફૂટ મોટા ખાડાઓ પડી જવા થી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વહીવટી તંત્ર ના અધિકારી રુબર સ્થળ ઉપર આવી એકાદ કિલોમીટર ની મુસાફરી કરી જોવાની તસ્દી પણ ન લેતાં હકીકત થી જાણે અજાણ હોય તેમ લાગી રહ્યું છે.*