ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ રહેશે તેવી આગાહી
ગાંધીનગર, ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે, અનેક જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે, ત્યારે નદીનાળા, ચેકડેમમાં નવા નીરે આવ્યા છે, જૂલાઈ મહિના બાદ વરસાદ પાછો ખેંચાતા વરસાદની કાગડોળે રાહો જાેવાતી હતી.ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા હતા ત્યારે વેસ્ટન સિસ્ટમ સક્રિય થતા હવે ગુજરાતમાં વરસાદી માહોલ જાેમ્યો છે, હવામાન વિભાગે પણ આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરતા રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની લઈને મોટી આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે આગામી ૧૧ સપ્ટેમ્બરથી ૨૩ સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડશે, તેમજ ૧૬ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર બાદ ગરમી પડશે સાથે જ અંબાલાલ પટેલ વધુમાં જણાવ્યું કે ૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે તેમણે મધ્યપ્રદેશમાં પણ કેટલાક ભાગોમાં ૫ અને ૬ સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે સાથે અંબાલાલ પટેલે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થશે તેવું પણ જણાવ્યું છે.
૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના તાલુકા પર નજર કરીએ તો માંગરોળમાં ૭ ઈંચ, અંજાર, કલ્યાણપુર, માળિયામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮.૬૫ ટકા નોંધાયો છે. ગીર સોમનાથમાં ગઈકાલે મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે..ખેડૂતોનો ઉભો પાક ખાખ થવાના આરે હતો..તે પાકને નવજીવન મળ્યું છે…ઘણા લાંબા સમય બાદ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડ્યો હતો..આ વખતે પાક નિષ્ફળ જશે અને દુષ્કારના ભણકારા હતા પરંતુ છેલ્લે છેલ્લે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન અને અન્ય પાકોને નવજીવન મળ્યું છે.
આ બાજુ સુરેન્દ્રનગરના જિલ્લામાં ચોટીલા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. ઝરીયા મહાદેવ મંદિરમાં ભારે વરસાદને પગલે ધોધ વહેતો થયો હતો અને ભોળાનાથને અભિષેક થતો હોય તેવો નજારો સામે આવ્યો હતો. લોકો કુદરતી સૌંદર્યનો નજારો જાેવા ઉમટી પડ્યા હતા. લાંબા વિરામ બાદ રાજ્યના અનેક વિસ્તારમાં સારો એવો વરસાદ થતા ડેમોમાં નવા નીરની આવક થઈ છે. પરંતુ ચિંતાજનક વાત એ છે કે, રાજ્યના ૧૫ ડેમમાં ટીપુય પાણી નથી.
જાે કે અમરેલી જિલ્લાનો ધાતરવાડી ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. આ ઉપરાંત આ જ વિસ્તારમાં ધાતરવાડી-૨ ડેમમાં છલકાયો છે. જયારે તાપી જિલ્લામાં આવેલાં દોસવાડા ડેમ પણ સંપૂર્ણ ભરાયો છે.HS