ભાદરવા સી.આર.સી.ની પ્રા.શાળાઓમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી
(પ્રતિનિધિ) દે.બારીઆ, ગુજરાત શાળા શિક્ષણ- પરિષદ સમગ્ર શિક્ષા અભિયાન તેમજ ભારત સરકારના માનવ સંશાધન વિભાગ મંત્રાલય ડીપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજયુ. એન્ડ લીટ્રસીના ઉપક્રમે સી.આર.સી. ભાદરવાની-૧૬ શાળાઓમાં તા.૧.૯.ર૦૧૯ થી તા.૧પ.૯.૧૯ સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી જેમાં સ્વચ્છતાના શપથમાં વદ્યાર્થી- વ્યક્તિગત- શાળાની સમાજની અને ઘરની સફાઈ માટે વચન- સંકલ્પ લેવડાવવામાં આવ્યા. સ્વચ્છતા જાગૃતિ દિવસ જેમાં વિદ્યાર્થીઓ- વાલીઓ અને શિક્ષકોમાં સ્વચ્છતા અને સુખાકારીના મહત્વને ધ્યાન પર લાવવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
જનસંપર્ક કાર્યક્રમ હેઠળ સ્થાનિક સમાજને સ્વચ્છતા સંદર્ભે વકતવ્ય આપવાનું આયોજન કરવામાં આવ્યું તથા ગ્રીન સ્કૂલ- ડ્રાઈવ, સ્વચ્છતા સહભાગીદારી દિવસ જેમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ડીબેટ ઈકો કલબ, હેન્ડવોશ ડે, વ્યક્તિગત સ્વચ્છતા દિવસ, “સ્વચ્છતા જ સેવા છે” શાળા સ્વચ્છતા પ્રદર્શન દિવસ, પત્રલેખન, સ્વચ્છતા એકશન પ્લાન ડે દ્વારા ધો.૩ થી ૮ ના બાળકો, શિક્ષકો, એસએમસી કમીટીના સભ્યો દ્વારા દિન ૧પ સુધી સ્વચ્છતા પખવાડિયાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
આગામી મહાત્મા ગાંધીજીની- ૧પ૦મી જન્મજયંતિની ઉજવણી માટે શાળાના બાળકોને- ૧પ૦ શબ્દોથી વિદ્યાર્થીઓને પત્રલેખનમાં થીમ પર ગાંધી જીવનના વિચાર અને સ્વાવલંબન અંગે ગાંધીજીવનની સમજૂતી આપવામાં આવી. સી.આ.રસી.ના ર૮૦૦ વિદ્યાર્થીઓને કાર્યમાં જાડીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, શાળા કક્ષાએ થયેલ વિશિષ્ટ કામગીરીને મુકેશભાઈ શર્મા સી.આ.રસી. કો.ઓર્ડિ ભાદરવા દ્વારા અહેવાલ લેખન અને ડોકયુમેન્ટરી તૈયાર કરી તાલુકા/ જિલ્લા કક્ષાએ રજૂ કરવામાં આવશે. આર્દશ વિદ્યાર્થી અને સમાજ રચનામાં ગાંધીમૂલ્યો આધારિત શિક્ષણ આપવા બદલતા અભિગમથી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી ખૂબ જ ઉપયોગી પુરવાર થશે તેમ સી.આર.સી. ભાદરવાના શિક્ષકો દ્વારા જાણવા મળેલ છે.*