ભાનગઢના કિલ્લામાં સાંજે જાય તે પાછા નથી આવતા!
ભાનગઢ, ભાનગઢ પોતાની ઐતિહાસિક વાસ્તુકળા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. સાથે જ તે કિલ્લાના રહસ્યો માટે પણ જાણીતું છે. વર્તમાનમાં આ કિલ્લો ખંડરરૂપમાં છે.
સૂર્યાસ્ત પછી ભાનગઢ જિલ્લામાં જવાની સરકારે સખ્ત મનાઈ ફરમાવી છે. અને તેના માટે કિલ્લાની બહાર બોર્ડ લગાવવામાં આવ્યું છે જેનાથી પર્યટકોને ચેતવણી આપવામાં આવી છે કે, ભાનગઢ કિલ્લામાં સૂર્યાસ્ત બાદ રોકાવું ખતરાથી ખાલી નથી. આ કિલ્લા વિશે ઘણા બધા રહસ્યો છુપાયેલા છે.
જાે કે, જાણકારો મુજબ, આ રહસ્યો વિશે અનેક મતભેદ છે. આ માટે ભાનગઢ કિલ્લા વિશે ઘણી બધી કહાનીઓ સાંભળી અને વાંચવામાં આવેલી છે. જ્યારે પણ તમે ભાનગઢ જાવ છો તો આ સુંદર કિલ્લાના વખાણ કર્યા વગર રહી નહીં શકો.
જાે કે, ઘણા લોકોનું કહેવું છે કે, ભાનગઢ કિલ્લામાં કાલ્પનિક અને ડરાવની હરકતો થાય છે. ત્યાં ગયેલા ઘણા લોકોએ બેચેની અને સ્ટ્રેસ અનુભવ્યો હોવાની ફરિયાદ કરી છે. આ સાથે ઘણા લોકોએ ડરાવની હરકતોને પણ નોટિસ કરી છે. આ સિવાય ભાનગઢ કિલ્લામાં લોકો અમુક મિનિટો માટે જ રોકાઈ શકે છે.
પ્રશાસને ભાનગઢ કિલ્લામાં સૂર્યાસ્ત બાદ રોકાવાની મનાઈ ફરમાવી છે. સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલાં ત્યાં રોકાવાની મનાઈ ફરમાવતું બોર્ડ લગાવાયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જાે કોઈ ભાનગઢ કિલ્લામાં સૂર્યાસ્ત બાદ પ્રવેશ કરે છે તો તે રાતની કહાની કહેવા માટે ક્યારેય પાછા નથી આવી શકતા.
એવું માનવામાં આવે છે કે, કિલ્લામાં આત્માઓ ભટકે છે. ઈતિહાસકારોનું માનીએ તો ગુરુ બાલૂ નાથ નામના સન્યાસીના શ્રાપથી આ સુંદર ભાનગઢ આજે ભૂતોની હવેલી બની ગઈ છે. ભાનગઢ કિલ્લા પર પૂર્વમાં ગુરુ બાલૂ ધ્યાન કરતાં હતા.
તત્કાલિન રાજા ભાનગઢમાં કિલ્લો બનાવવા માગતા હતા. ત્યારે સન્યાસી બાલૂ નાથે એક શરત પર કિલ્લો બનાવવાની અનૂમતિ આપી. તેમની શરત હતી કે, કિલ્લાનો પડછાયો તેમના પર ન પડે. જાે કે, એવું ન બની શક્યું. અને તે સમયે આ સાધુ બાલૂ નાથે શ્રાપ આપ્યો કે, આ કિલ્લો ભૂતોની હવેલી બની જશે.
એક મહત્વની વાત તો એ છે કે, ભાનગઢ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં કોઈ પણ ઘરની ઉપર છત નથી. જાે કોઈ છત બનાવે છે તો તે તૂટી જાય છે. જેથી કરીને લોકો ત્યાં ઘર પર છત નથી બનાવતા. આ સાથે ભાનગઢ કિલ્લામાં રોકાયેલા લોકો સાથે કોઈને કોઈ ઘટના ચોક્કસ બનેલી છે. માટે જ્યારે પણ ભાનગઢ જાવ તો કિલ્લાની સુંદરતાને બહારથી જ નિહાળો.SSS