ભાન ભૂલેલા શખ્સે બાળકની ફેંટ પકડીને માર માર્યો
સુરત, સુરત શહેરમાં હવે બાળકોને માર મારવાની ઘટના સામે આવે છે. શ્વાનને લઈ નીકળેલ બાળકને એક શખ્સ દ્વારા માર મારવામાં આવ્યો હતો. શખ્સે રોફ ઝાડીને માસુમ બાળકને જમીન પર પછાડ્યો હતો. એટલું જ નહિ, પણ તેની માતાને મારવાની ધમકી આપી છે.
આ કારસ્તાન કરનાર શખ્સનો ભાઈ ઊંચા સરકારી હોદ્દા પર હોવાનું જાણવા મળ્યું છે. સુરતના ધોડદોડ રોડની આચમન સોસાયટીમાં મંગળવારે રાત્રે ૮ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. જેમાં ૧૧ વર્ષનો માસુમ બાળક પોતાના શ્વાનને લઈને ચાલવા નીકળ્યો હતો.
ત્યારે સોસાયટીમાં રહેતા વિરદેવસિંહ નવલસિંહ સરવૈયા ત્યાં આવી ચઢ્યા હતા. તેમણે સોસાયટીમાં નાના બાળકો રમતા હતા, ત્યાં તેમને રમવાની ના પાડી હતી. જ્યાં તેમણે શ્વાન લઈને આવેલા ૧૧ વર્ષના બાળકને માર માર્યો હતો. તેનો કાન આમળીને તથા જમીન પર પછાડીને પણ માર માર્યો હતો.
આ સમગ્ર ઘટના સોસાયટીના કેમેરામાં કેદ થઈ હતી. તેમણે બાળક સાથે અમાનવીય વર્તન કર્યુ હતું. એટલુ જ નહિ, આ જાેઈને આસપાસ લોકો દોડી આવ્યા હતા, છતા વિરદેવસિંહ અટક્યો ન હતો. આ મામલે ઉમરા પોલીસે ફરિયાદ નોંધી વિરદેવસિંહ સામે અટકાયતી પગલા લીધા હતા. જાેકે, વિરદેવસિંહ સરકારમાં ફરજ બજાવતા મામલતદાર વિશ્વજીત સરવૈયાના ભાઈ હોવાનું સામે આવ્યું છે. તો શુ સરકારી હોદ્દાના રુએ તેણે બાળક સાથે આ વર્તન કર્યું?SSS