ભાભરમાં ભારત વિકાસ પરિષદના સહયોગથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ભાભર, ભાભર જુના પે કેન્દ્ર શાળાના મેદાનમાં ગુરુવારે પૂનમના દિવસે વડ સાવિત્રી વ્રતના પવિત્ર દિવસે ભારત વિકાસ પરિષદ- ભાભર શાખાના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વડ, લીમડો, સેવન, બીલી, આશોપાલવ, મહેંદી, બોરસલી, કરેણ, ગુલાબ વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ શુભ કાર્યમાં ભારત વિકાસ પરિષદ ભાભર શાખાના પ્રમુખ અરવિંદભાઈ બી. પટેલ, મંત્રી સુરેશભાઈ કે. રાઠોડ, ખજાનચી જગદીશભાઈ કે. ગોકલાણી, ઉપપ્રમુખ હિતેષભાઈ એસ. ઠક્કર, પ્રાંત અધિકારી તરીકે દયારામભાઈ કે. ઠકકર, ગાયત્રી પરિવારના અગ્રણી હીરાભાઈ ટી. અખાણી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હાર્દિકભાઈ જાેષી,
ચેહરભાઈ સુથાર, ગૌ ભક્ત વાલજીભાઈ એમ. માળી, સંજયભાઈ એન. પંડ્યા વગેરે સભ્યોની હાજરી રહી. ભાભર જુના પે કેન્દ્ર શાળાના આચાર્ય પ્રભુભાઈ કે. રામી, સહયોગી ભરતભાઈ જે. ચૌધરી, હીરાભાઈ એસ. સોલંકી અને તમામ સ્ટાફગણના સંકલનથી વૃક્ષારોપણ કાર્યક્રમ સુંદર રીતે યોજાયો હતો.