Western Times News

Gujarati News

ભાભર-ઇડર એસ.ટી બસના  કંડકટરે ઇમાનદારી દાખવી, મળેલ રકમ મૂળ માલિકને પરત કરી

નેત્રામલી:  અત્યારે ચાલુ રહેલી કોરોના મહામારી વચ્ચે લોકોના ધંધા રોજગાર અને ખાનગી નોકરીયાતો પૈસાની ભારે હાડમારી વેઠી રહ્યા છે ત્યારે આવા કપરા સમયમાં ઇમાનદારી ના દશૅન જોવા મળી રહ્યા છે. ભાભર થી ઇડર ચાલી રહેલી એસ.ટી બસમાં મુસાફરી કરી રહેલો મુસાફર પોતાની પાસે રહેલું ચાલીસ હજાર રૂપિયા ભરેલું પાકીટ બસમાં ભૂલી જઇ પોતાના સ્ટેન્ડ ઉપર ઉતરી પડ્યો હતો.

જયારે બસ ઇડર પહોંચી ત્યારે કંડકટર ની નજર પાકીટ ઉપર પડતા પાકીટ એસ.ટી ડેપો જમા કરાવી મૂળ માલિકને ઇડર એ.ટી.આઇ ની હાજરી માં દિયોદર ડેપોના કંડકટર લિમ્બાચીયા વસંતભાઈ (બેજ નં- ૦૧૨) અને ડ્રાઇવર પ્રધાનસિંહ ( બેજ નં- ૩૪૩) ઇડર ખાતે સમપૅણ ગુપ ના સભ્યો વાધેલા શંભુજી, પ્રજાપતિ ચિરાગ, ચૌહાણ ચિરાગ તથા હિમાંશુ સહિત હાજર રહી બંને જણાનો આભાર વ્યક્ત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.