ભાભર ખાતે વિધાનસભાના અધ્યક્ષનો સત્કાર સન્માન સમારંભ યોજાયો

(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી ડૉ. નીમાબેન આચાર્યનો સત્કાર સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં અધ્યક્ષ શ્રીમતી ડૉ. નીમાબેન આચાર્યનું વિવિધ સમાજાેના અગ્રણીઓ તથા સેવા સંગઠનો દ્વારા ફૂલહાર, શાલ અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી ડૉ. નીમાબેન આચાર્યએ ભાભર પંથકના લોકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તમારા અતૂટ પ્રેમ અને લાગણીની ભાવનાથી કરેલા આ સન્માનથી હું ગૌરવની લાગણી અનુભવું છું. અધ્યક્ષશ્રીએ કહ્યું કે, આ વિસ્તારના લોકો પશુપાલનના વ્યવસાય દ્વારા બનાસ ડેરીમાં દુધ ભરાવી સુખી અને સમૃધ્ધ બન્યાં છે.
તમણે જણાવ્યું હતું કે, ભાભરની પૂણ્ય ભૂમિ પર મૂંગા પશુઓ અને ગૌ-સેવાનું શ્રેષ્?ઠ સેવાકીય કાર્ય થઇ રહ્યું છે જે અભિંનદને પાત્ર છે. અધ્યક્ષ શ્રીમતી ડૉ. નીમાબેને જણાવ્યું કે, બિઝનેશમાં ભાભરનું સ્થાન મોખરે છે અને અહીંના માયાળુ લોકો વિવિધ સેવાકીય પૂણ્યશાળી કાર્ય કરે છે અને આવા જ સેવાના કાર્યમાં અડીખમ રહેવુ એ જ માણસની મોટી મૂડી છે.
બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિમાં શ્રી શંકરભાઈ ચૌધરીએ લોકોની પડખે ઉભા રહી સેવાકીય કામગીરી કરી છે તે બદલ અધ્યક્ષશ્રીએ તેમને બિરદાવ્યાં હતાં. તેમણે કહ્યું કે, ગુજરાતની પ્રજાની સેવા કરવાની મને તક મળી છે તે હું ખૂબ જ સારી રીતે નિભાવીશ.
આ પ્રસંગે પૂર્વમંત્રી અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી ડૉ. નીમાબેન આચાર્ય સતત પૂરૂષાર્થ કરીને આગળ વધી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ડૉ. નીમાબેન આચાર્યએ મહિલાઓના ઉત્થાન માટે ખૂબ જ મહત્વનું કામ કર્યું છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે ગુજરાત ગૌરવ લઈ શકે તેવી કામગીરી માટે શ્રી શંકરભાઈ ચૌધરીએ અધ્યક્ષશ્રીને અભિનંદન પાઠવ્યાં હતાં. આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી વૈકુંઠભાઈ આચાર્ય, શ્રી ડૉ. નવીનભાઈ ઠક્કર, શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, શ્રી કનુભાઈ અખાણી, શ્રી પોપટભાઈ અખાણી, શ્રી ડૉ. ભાવેશભાઈ આચાર્ય, પ્રાંત અધિકારીશ્રી નવલદાન ગઢવી તથા વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.