Western Times News

Gujarati News

ભાભર જતી ગાડીને અકસ્માત નડતા બે લોકોનાં મોત થયા

Files Photo

પાટણ, પાટણ જિલ્લાના શંખેશ્વરમાં ગઈકાલે રાતે એક ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક ઈકો કાર નદીના પુલની રેલિંગ તોડીને ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં ઈકો કારનું પડીકું વળી ગઈ હતું. અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ૮ જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી.

બનાવની વિગતો એવી છે કે પાટણ જિલ્લાના શંખેશ્વરમાં રૂપેણ નદી પરના પુલ પર ગઈકાલે રાત્રે એક અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક ઈકો કાર બેકાબૂ બનતા રેલિંગ તોડીને ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા હતા અને આઠને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને રાત્રિ દરમિયાન સરકારી હૉસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં ઈકો કોારમાં ૧૦ વ્યક્તિ સવાર હોવાની વિગતો સામે આવી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ સૌરાષ્ટ્રથી યાત્રા કરી અને ભાભર તરફ પરત જતા સમયે આ કારનો અકસ્માત થયો હતો. આમ ભાભર તરફ થઈ રહેલી આ ઈકો કારના મુસાફરો માટે સૌરાષ્ટ્રની જાત્રા કાળની જાત્રા બની હતી. આ અકસ્માતમાં સવાર સભ્યો એક જ પરિવારના હતા કે કે તે હજુ સુધી જાણી શકાયું નથી.

અકસ્માત બાદ કારની સ્થિતિને જાેતા અંદાજ લગાવી શકાય છે કે અંદર સવાર મુસાફરોના કેવા હાલ થયા હતા. જાેકે, આ કાર જાે રેલિંગ સાથે ન અથડાઈ હોત તો અથવા તો આ રોડની સાઇડમાં સિમેન્ટની રેલિંગ ન હોત તો કાર નદીમાં ઘુસી જવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

નીચે થોડા અંતરે જ રૂપેણ નદી છે. જાે કાર નદીમાં ઘુસી ગઈ હોત તો અકસ્માતમાં વધુ જાનહાનિની શક્યતા હતી. આ અકસ્માત અંગે સ્થાનિકોએ કહ્યુ કે રૂપેણ નદી પરનો આ પુલ સાંકડો છે. અહીંયા રાત્રિના સમયે પુરપાટે આવતા વાહનો માટે ગતિ મર્યાદા રાખવી ખૂબ અનિવાર્ય છે. સ્થાનિકોનાં મતે તો સાંકડાના પુલના કારણે અહીંયા અવારનવાર અકસ્માત થાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.