ભાભીએ નણંદથી બદલો લેવા ૨ વર્ષના માસૂમની હત્યા કરી
નોઇડા, કોઈ પણ ઘરમાં નણંદ અને ભાભીની વચ્ચે મહેણાં અને ટોણાં સામાન્ય વાત છે. પરંતુ આ ઝઘડો કોઈ માસૂમની હત્યા સુધી પહોંચી જાય તે ખૂબ ગંભીર વાત છે. આવા જ એક મામલામાં સૂરજપુર પોલીસે બે સગી બહેનો, પિન્કી અને રિન્કીની ધરપકડ કરી છે. આરોપ છે કે બંને બહેનોએ પોતાની નણંદ દ્વારા મહેણાં-ટોણાં મારવાના કારણે તેની સાથેનો બદલો તેના માસૂમ સંતાનની હત્યા કરીને લીધો. તકિયાથી મોં દબાવીને બાળકની હત્યા કરી દીધી. ઘટના ગત ૨૯ સપ્ટેમ્બરની છે.
પોલીસ મામલાની તપાસમાં લાગી છે. ગત ૨૯ સપ્ટેમ્બરની બપોરે પોલીસને નણંદ સપનાએ જાણ કરી કે તેના બે વર્ષનો દીકરો ભવ્યાંશ ગુમ થઈ ગયો છે. પોલીસે ગુમ થવાનો મામલો નોંધી તપાસ શરૂ કરી, તો સપનાની નાની ભાભી રિન્કીના બેડરૂમના કબાટની અંદર કાંબળામાં લપેટાયેલું બાળકનું શબ મળી આવ્યું.
ત્યારબાદ પોલીસે શબને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું અને પોતાની તપાસ આગળ વધારી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે ભવ્યાંશનું મોત શ્વાસ રુંધાવાના કારણે થયો છે. જેના આધારે પોલીસે રિન્કીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો, જે હકિકત સામે આવી તેનાથી પોલીસ પણ સ્તબ્ધ રહી ગઈ. ડીસીપી હરીશ ચન્દરે જણાવ્યું કે થોડાક દિવસો પહેલા સપના સાસરેથી પિયર આવી હતી. ઘરમાં તેની બે ભાભીઓ પણ હતી.
બંને ભાભી તથા નણંદની વચ્ચે નાની-નાની વાતે ઝઘડા થતા હતા. નણંદ સપના ભાભી પિન્કી અને રિન્કીને મહેણાં-ટોણાં મારતી રહેતી હતી. આ વલણ બંને ભાભીઓને પસંદ નહોતો અને બંનેએ નણંદને પાઠ ભણાવવા માટે તેના બે વર્ષના દીકરા દિવ્યાંશની તકિયાથી મોં દબાવીને હત્યા કરી દીધી. પછી શબને રિન્કીના બેડરૂમમાં કબાટમાં કાંબળામાં વીંટીને મૂકી દીધો. ટાઇમ મળતાં જ શબને બહાર ઠેકાણે પાડવાની યોજના બંને ભાભીઓએ બનાવી હતી. પરંતુ તે પહેલા પોલીસે મોડી રાત્રે માસૂમના શબને રિન્કીના રૂમમાંથી શોધી કાઢ્યું. ત્યારબાદ પોલીસે બંનેની ધરપકડ કરી લીધી.SSS