‘ભાભીજી ઘર પર હૈ”ની ટીમે નવી અનિતા ભાભી તરીકે વિદિશાનું સ્વાગત કર્યુ
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અનિતા ભાભીની મહત્ત્વપૂર્ણ અને પ્રતિકાત્મક ભૂમિકા ભજવવાની ધૂરા વિદિશા શ્રીવાસ્તવ સંભાળવા જઈ રહી છે ત્યારે બધા કલાકારો અને ક્રુએ કેક કટિંગ સમારંભમાં તેનું સ્વાગત કર્યું. અનિતા ભાભી તરીકે તેના નવા શુભારંભની ખુશી મનાવવામાં આવી હતી અને સ્વાદિષ્ટ કેક સાથે ઉજવણી વધુ મજેદાર બની હતી. તે કેક કાપી હતી ત્યારે આખો ક્રુ તેને ઘેરી વળતાં પ્રેમ અને ટેકો ચમકી ઊઠ્યા હતા.
સેટ્સ પર ઉષ્માભર્યા સ્વાગત વિશે રોમાંચિત વિદિશા કહે છે, “સેટ્સ પર મારું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું તે આટલી બધી ઉષ્મા, પ્રેમ અને વહાલ જોઈને હું ગદગદ થઈ ગઈહતી. ખરેખર મારો દિવસ સુધરી ગયો.
હું અનિતા ભાભીના પ્રતિકાત્મક પાત્રમાં બંધબેસવાની આટલી મોટી જવાબદારી લેવાની મારી ક્ષમતામાં વિશ્વાસ રાખવા માટે હું સંજય અને બિનાયફરજીની આભારી છું. આ ડ્રીમ ટીમ છે અને વિભૂતિ નારાયણ મિશ્રા (આસીફ શેખ), મનમોહન તિવારી (રોહિતાશ ગૌર) અને અંગૂરી ભાભી (શુભાંગી અત્રે) અને અન્ય પ્રતિભાશાળી કલાકારો
અને ક્રુ જેવા અનુભવી કલાકારો સાથે કામ કરવાનો આ સુંદર મોકો મને મળ્યો છે. બધા જ બહુ નમ્ર છે અને મારી પડખે રહે છે. આ ખરેખર સુંદર સંબંધ છે. મેં શૂટિંગ શરૂ કરી દીધું છે અને 22મી માર્ચે મારા પ્રવેશની ઉત્સુકતાથી વાટ જોઈ રહી છું. મને આશા છે કે દર્શકોને મારો પરફોર્મન્સ ગમશે.”
વિદિશાનું સ્વાગત કરતાં એડિટ 2 પ્રોડકશન્સના નિર્માતા સંજય કોહલી કહે છે, “અમે અમારી નવી અનિતા ભાભી તરીકે વિદિશાનું સ્વાગત કરવા માટે ભારે ઉત્સાહિત અને રોમાંચિત છીએ. તેના પ્રવેશની વાર્તા બહુ રોમાંચક અને રહસ્યમય છે અને મને ખાતરી છે કે દર્શકોને તે બહુ ગમશે. અમને આશા છે કે દર્શકો અમારા શોને અગાઉ જેવો જ પ્રેમ અને વહાલ આપતા રહેશે અને નવી અનિતા ભાભીને ખુલ્લા હાથે આવકારશે. વિદિશાનું ભાભીજી ઘર પર હૈ પરિવારમાં સ્વાગત છે!”
એડિટ 2 પ્રોડકશન્સના પ્રોડ્યુસર બિનાયફર કોહલીએ જણાવ્યું હતું કે, “અમને અમારી નવી અનિતા ભાભી તરીકે વિદિશાને આવકારવા માટે બેહદ ખુશી અનુભવી રહ્યા છીએ. વિદિશાએ પાત્રને એટલું સુંદર રીતે અંગીકાર કર્યું છે કે તેને સ્ક્રીન પર જોઈને બેહદ ખુશી થાય છે. તે વ્યક્તિ તરીકે બહુ ઉષ્માભરી છે અને દરક સાથે સારું બને છે. તો લૂક બહુ તાજગીપૂર્ણ છે અને નિશ્ચિત જ દર્શકો સાથે ઉત્તમ સુમેળ સાધશે.”
આ વાતમાં ઉમેરો કરતાં વિભૂતિ નારાયણ મિશ્રા (આસીફ શેખ) કહે છે, “વિદિશાનું ઉષ્માભર્યું સ્વાગત છે. અમે એકત્ર શૂટિંગ શરૂ કરી દીધું છે અને તેણે દરેક સાથે બહુ સારી જમાવટ કરી દીધી છે. મને ખાતરી છે કે નવી અનિતા ભાભી પાત્રની ફ્લેવરમાં ભરપૂર ઉમેરો કરશે. અમારા દર્શકોએ વિભૂતિ અને અનિતાની જોડીની બહુ સરાહના કરી છે અને મને ખાતરી છે કે અમે તેમની ફેવરીટ જોડી તરીકે ચાલુ રહીશું.”
રોમાંચિત મનમોહન તિવારી (રોહિતાશ ગૌર) કહે છે, “તિવારીજીનું તો શું કહેવું, તે તો પોતાની નવી અનિતા ભાભીને જોઈને બહુ ખુશ છે. હું અમારા ભાભી પરિવારમાં વિદિશાનું સ્વાગત કરું છું અને અમે એકત્ર કામ કરવાના છીએ ત્યારે સુંદર મૈત્રીની શરૂઆત કરવા ઉત્સુક છું.”
આ વાતમાં ઉમેરો કરતાં અંગૂરી ભાભી (શુભાંગી અત્રે) કહે છે, “વિદિશા અને મેં તાજેતરમાં જ એકબીજા સાથે વાર્તાલાપ શરૂ કર્યો છે અને અમે બંને એકબીજા સાથે કામ કરવા માટે ભારે રોમાંચિત છીએ. હવે અમારે રીલ પરિવાર પૂર્ણ થયો છે તેની બેહદ ખુશી છે. આથી તને આવકાર છે વિદિશા. અમારા પરિવારમાં સ્વાગત છે!”