ભાભીજી ઘર પર હૈ શો છ મહિના ચાલે તેવી આશા નથી
મુંબઈ: ટીવીની દુનિયામાં કોમેડી શોની વાત આવે ત્યારે સારાભાઈ વિ સારાભાઈ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવા શોએ એક મિશાલ કાયમ કરી છે. ત્યારે આ લિસ્ટમાં ભાભીજી ઘર પર હૈ પણ આવી જાય છે. તેણે ટીવી શોની દુનીયામાં અલગ પ્રકારની કોમેડી માટે જગ્યા બનાવી છે. શોમાં વિભૂતિ નારાયણ મિશ્રાનું પાત્ર અદા કરતાં આસિફ શેખે તાજેતરમાં શેર કર્યું હતું કે કેવી રીતે આ શોની શરૂઆતની પ્લાનિંગ શું હતી.
કેવી રીતે આ જુગાર એક ફાયદામાં બદલાઇ ગયો. આસિફ શેખ ભાભીજી ઘર પર હૈ’માં વિભૂતિ નારાયણ મિશ્રાની ભૂમિકા ભજવે છે. અભિનેતા ઘણા કોમેડી શોમાં નજર આવી ચુક્યા છે. તેમની હાજરી જ શોમાં નવી તાજગી લાવી દે છે. ભાભીજી માટે પણ આવું જ છે. તે કોમેડીનો એક નવો પ્રકાર છે જે ભારતીય ટેલિવિઝન ઉદ્યોગમાં અજમાવવો જાેખમી હતો. ભાભીજી ઘર પર હૈ એક જાેરદાર કોમેડી નથી અને તે ખુબ સૂક્ષ્મ કોમેડી છે. વળી, તે મોટેભાગે કેટલીક નોર્ટી રમૂજી આપતો શો છે. જે પુખ્ત વયના પ્રેક્ષકોને ગમે તેવી હોય છે. શોના શરૂઆતના દિવસો અંગે વાત કરતાં આસિફ શેખે કહ્યું, ‘
જ્યારે ભાભીજીને લોન્ચ કરવામાં આવ્યા ત્યારે ચેનલ પર અન્ય ઘણા મોટા શો ઓન-એર હતા. ત્યાં બેગુસરાય હતો, ત્યાં શાહરૂખ ખાનનો શો હતો અને બીજાે મોટો ઐતિહાસિક શો પણ હતાં ભાબીજી એક પ્રયોગ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો. નિર્માતાઓએ વિચાર્યું કે ‘ચાલો જાેઈએ કે આ શો છ મહિના ચાલે છે કે નહીં પરંતુ માત્ર એક મહિનામાં તે બધી અપેક્ષાઓથી આગળ નીકળી ગયો. ચેનલ હવે આ શો દ્વારા ઓળખાતી થઇ ગઇ છે. ભાબીજી ઘર પર હૈ લગભગ ૬ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે, જે સાબિત કરે છે કે જુગારની ચૂકવણી થઈ છે. આ શોમાં હાલમાં આસિફ ઉપરાંત રોહિતશ્વ ગૌર, નેહા પેંડસે અને શુભંગી અત્રે મુખ્ય ભૂમિકામાં છે. આ શોનું નિર્દેશન શશાંક બાલી કરે છે.