ભાભીનાં પ્રેમીએ દિયર પર ચપ્પા વડે હિંસક હુમલો કર્યો
અમદાવાદ: નિકોલમાં રહેતી એક પરીણીતાની આંખ પાડોશી યુવાન સાથે મળી જતા પતિ સાથે ઝધડો કરી તે પિયર જતી રહી હતી બીજી તરફ પરણીતા સાથે લગ્ન કરવા માગતા શખ્શે તેના દિયરને પકડી છુટાછેડા રાવી આપવા દબાણ કર્યા બાદ ચપ્પુના અડિધડ ઘા ઝીકી દિધા હતા.
આ અંગેની વિગત એવી છેકે નિકોલ ખાતે આવેલા પરાંતી આવાસ યોજના મકાનોમા ત્રણ ભાઈઓ પરીવાર સાથે રહે છે જેમા પ્રથમ બે ભાઈઓના લગ્ન થયેલા છે લગ્નનાં કેટલાક સમય બાદ મોટાભાઈની વહુની આખ પાડોશમા રહેતા મોન્ટુ પ્રવિણભાઈ ગોહીલ નામના યુવક સાથે થઈ હતી બાદમાં આ બંનેના સંબંધની જાણ થતાં પરીણીતા ઝઘડો કરીને પોતાના પિયર જતી રહી હતી અને છુટાછેડાની માંગણી કરી હતી
બીજી તરફ પતિ છુટાછેડા આપવા માગતો નહતો જેના કારણે ઉશ્કેરાયેલા મોન્ટુ અ બીજા નંબરના ભાઈને ગઈ કાલે સોસાયટીના ગેટ આગળ રોકીને તારી ભાભીને છુટાછેડા અપાવી છે તુ જ બધારૂપ છે તેમ કહીને ઝઘડો કર્યો હતો અને યુવક કઈ સમજે એ પહેલા મોન્ટુએ તેની પાસે રહેલી ચપ્પુ લઈ યુવક પર હુમલો કરી દેતા તે ધાયલ થઈ ગયો હતો બાદમાં તેમણે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.