ભાભી સાથે સંબંધો રાખનારા પતિ સામે પત્નીની ફરીયાદ
અમદાવાદ: ઈસનપુર ખાતે રહેતી એક મહિલાએ પતિનાં જેઠાણી સાથે આડા સંબંધો હોવાનાં જણાવી પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ભાડવાતનગર રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં રહેતાં રવિકુમાર પવાર નામના શખ્સની પત્નીએ તેનાં વિરુદ્ધ આક્ષેપો કરતાં ફરીયાદમાં જણાવ્યું છે કે લગ્ન બાદ રવિ તેમની સાથે ઝઘડો કરતો હતો. ઉપરાંત પરણીતાનાં પિતાએ આપેલું મકાન પોતાનાં નામે કરવા દબાણ કરતો હતો. બાદમાં તે પોતાની પત્નિને પિયરમાં મૂકી આવ્યો હતો અને તેને ખર્ચના રૂપિયા પણ ન આપી નોંધારી કરી હતી.
દરમિયાન મહિલાનાં સાસુ, સસરા તથા પિતાએ રવિને તેનાં જ મોટાભાઈની વહુ સાથે વટવાની આનંદ પેલેસ હોટેલમાંથી ઝડપી લીધા હતા. અને ભાભી તથા દેવરને લઈને વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતાં. રવિએ અગાઉ પણ ભાભી સાથેના સંબંધો કાપી નાંખવાની બાંહેધરી આપતાં મહિલાએ સમાધાન કર્યું હતું. જા કે તેનાં સમાધાનકારી વલણ બાદ પણ લંપટ પતિમાં કોઈ સુધારો ન થતાં છેવટે એક સંતાનની માતા એવી આ મહિલાએ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.