ભારતનાં પડોશી દેશમાં કોરોના વાયરસનું તોફાની તાંડવ શરૂ
ઢાકા: સમગ્ર વિશ્વમાં એક વાયરસે તાંડવ મચાવ્યુ છે. આ કોરોનાવાયરસથી આજે પણ લગભગ દુનિયાનો કોઇ દેશ દૂર રહી શક્યો નથી. ત્યારે જાે ભારતનાં પડોશી દેશ બાંગ્લાદેશની વાત કરીએ તો અહી સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે.
ભારતમાં બીજી લહેર બાદ મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ત્યારે આ તાંડવ તાજેતરમાં શાંત થઇ રહ્યુ છે પરંતુ ભારતનાં પડોશી દેશ બાંગ્લાદેશમાં આ વાયરસનું તોફાની તાંડવ શરૂ થઇ ગયુ છે. જણાવી દઇએ કે, હજી સુધી નેપાળ કોરોના વિસ્ફોટ સામે લડી રહ્યું હતું અને હવે બાંગ્લાદેશમાં કોરોનાની સ્થિતિ ભયંકર બની ગઈ છે.
સ્થિતિ એવી આવી ગઇ છે કે, બાંગ્લાદેશમાં કોરોના પોઝિટિવિટી દર ૨૦ ટકાને વટાવી ગયો છે અને સૌથી ખરાબ સ્થિતિ ભારતનાં બોર્ડરનાં વિસ્તારોની છે. ભારતની સરહદને અડીને આવેલા ખુલના જિલ્લામાં, દૈનિક પોઝિટિવિટી દર ૪૦ ટકાથી વધારે છે.
બાંગ્લાદેશનાં આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, સંક્રમણનાં અચાનક ઝડપથી ફેલાવાને કારણે દેશમાં કોરોના મહામારી ખૂબ જાેખમી વળાંક લઈ શકે છે. દેશમાં કોરોના પોઝિટિવિટી રેટ ૨૦ ટકાને વટાવી ગયો છે, જ્યારે સાત દિવસ પહેલા તે ૧૫ ટકા હતો. છેલ્લા ૯ દિવસમાં સરેરાશ પોઝિટિવિટી દર ૧૩.૪૧ ટકા રહ્યો છે.
પોઝિટિવિટી રેટ એટલે કે, જેટલા લોકોની કોરોનાની તપાસ થથઇ તેમા કેટલા લોકો પોઝિટિવ આવ્યા. એ જ રીતે, બાંગ્લાદેશમાં ટેસ્ટિંગ ઓછું કરવામાં આવી રહ્યું છે, તેથી વાસ્તવિકતામાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઘણી વધારે હશે.