ભારતનાં રાષ્ટ્રપતિ કોવિંદે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટનું સન્માન કર્યું
પૂર્વ ભારતીય ક્રિકેટર નીલેશ કુલકર્ણીએ સ્થાપિત કરેલા પથપ્રદર્શક સ્પોર્ટ્સ મેનેજમેન્ટ સાહસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ (IISM)ને ભારતના આદરણીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રમતગમતને પ્રોત્સાહન આપવા અને વિકાસમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ આજે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કર્યો હતો.
મંત્રાલયમાં આયોજિત એક વર્ચ્યુઅલ સમારંભમાં કુલકર્ણીએ IISM તરફથી એવોર્ડનો સ્વીકાર કર્યો હતો. નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્ઝ 2020 સમારંભ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનથી રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ઇતિહાસમાં પહેલી વાર વર્ચ્યુઅલ માધ્યમ થકી યોજાયો હતો.
સ્પોર્ટ્સ મેનેજમેન્ટ એજ્યુકેશનમાં પથપ્રદર્શક સંસ્થા IISMની સ્થાપના કુલકર્ણીએ તેમના પત્ની રસિકા સાથે કરી છે. કુલકર્ણીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3 ટેસ્ટ અને 10 એકદિવસીય મેચો રમી હતી. અંધેરીમાં આ સંસ્થા અંડર-ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ માટે પ્રોફેશનલ અભ્યાસક્રમો ઓફર કરે છે તથા દેશમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ એજ્યુકેશનના અત્યાર સુધી વણખેડાયેલા અભિગમો પર સંશોધન કરે છે.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને કુલકર્ણીએ કહ્યું હતું કે, “આ IISM માટે ગર્વની વાત છે. સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં સંસ્થાના પ્રદાનને બિરદાવવામાં આવ્યું છે. ભારતમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં અમારી પ્રથમ પ્રકારની પહેલને લોકપ્રિયતા મળી રહી છે. આ એવોર્ડ અમને અમારા વિદ્યાર્થીઓને લાંબા ગાળે સ્પોર્ટ્સ ઉદ્યોગમાં અર્થપૂર્ણ કારકિર્દી બનાવવા વ્યાવસાયિક કૌશલ્યોથી સજ્જ બનાવવા પ્રેરિત કરશે.”
IISM કેટલીક સૌપ્રથમ સિદ્ધિઓ ધરાવે છે. એમા નીચેની સફળતાઓ સામેલ છેઃ
- ભારતની પ્રથમ પ્રોફેશનલ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ સંસ્થા, જે મુંબઈ યુનિવર્સિટી અને GICED સાથે જોડાણમાં અંડરગ્રેજ્યુએટ (UG) અને પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) પ્રોગ્રામ ઓફર કરે છે
- IISMએ દેશના રમતવીરોને દર્શાવતું ભારતનું રાષ્ટ્રગીત પહેલીવાર બનાવ્યું છે
- પ્રથમ પ્રકારની ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2020 અને ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2020ની નોલેજ પાર્ટનર. IISMના વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) તૈયાર કરી છે
- ભારતનું પ્રથમ સ્પોર્ટ્સ રિસર્ચ જર્નલ સ્પોર્ટ્સ એકેડેમિયા રિસર્ચ જર્નલ આંતરરાષ્ટ્રીય ઓનલાઇન જર્નલ ઇનસાઇડ જર્નલ સાથે જોડાણમાં લોંચ કર્યું હતું. SARJમાં વિદ્યાર્થીઓના 5 રિપોર્ટ પ્રકાશિત થયા હતા:
- IISMએ બીસીસીઆઈના પૂર્વ વહીવટી અધિકારી પ્રોફેસર રત્નાકર શેટ્ટી સાથે મળીને સૌપ્રથમ પ્રકારનો ‘ક્રિકેટ વર્લ્ડ કપ 2011 રિપોર્ટ’ પ્રકાશિત કર્યો હતો
- IISMના વિદ્યાર્થીઓએ ભારતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રિપોર્ટ પ્રસ્તુત કર્યો
- IISMએ FICCI (ફિક્કી) સાથે જોડાણમાં ‘સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ એન્ડ યૂથ એંગેજમેન્ટ’ પર નોલેજ રિપોર્ટ બહાર પાડ્યો હતો
- ઇન્ડિયા ટૂડે, એસોચેમ એન્ડ વર્લ્ડ એજ્યુકેશન સમિટ, સાઉથ એશિયન પાર્ટનરશિપ સમિટ એન્ડ બિઝનેસ એક્સલન્સ એવોર્ડ્ઝ જેવી વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓએ ‘બેસ્ટ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’ના એવોર્ડ એનાયત કર્યા છે
- IISMએ 100 ટકા ઇન્ટર્શિપ હાંસલ કરી હતી અને સારાં પ્લેસમેન્ટનો સાતત્યપૂર્ણ રેકોર્ડ ધરાવે છે. વિદ્યાર્થીઓ BCCI જેવી રમત સંસ્થાઓ, IMG રિલાયન્સ, સ્ટાર સ્પોર્ટર્સ, ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ, FICCI (ફિક્કી), રાજસ્થાન રૉયલ્સ, સ્પોર્ટ્સ ઇન્ટરેક્ટિવ અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન, પેરાલીમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા જેવા સ્પોર્ટ્સ ફેડરેશનમાં કામ કરી રહ્યાં છે