Western Times News

Gujarati News

ભારતના અનેક ભાગોમાં ભારે વરસાદ, ઉત્તરાખંડમાં ૫ના મોત

Files Photo

નવીદિલ્હી, ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાના કારણે ઉત્તરાખંડમાં વર્ષાની ઘટનાઓમાં ૫ લોકોના મોત થયા છે. આ દરમિયાન કેરળમાં ભારે વર્ષાના કારણે ૧૦ ડેમને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારતીય મૌસમ વિભાગના આંકડા અનુસાર દિલ્હીમાં ૧૯૬૦ બાદ પહેલી વાર આ વર્ષે ઓક્ટોબરના મહિનામાં સૌથી વધારે વર્ષા થઈ. શહેરમાં ૯૩.૪ મિલી મીટર વર્ષા નોંધાઈ હતી. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પોંન્ડીચેરી, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ તથા તેલંગાણાના અનેક વિસ્તારોમાં ભારે વર્ષા થઈ છે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને ભારે વરસાદ તથા ખરાબ હવામાનના કારણે ખંડવા લોકસભા સીટ પર પેટા ચૂંટણીને લઈને સોમવારે નિર્ધારિત પોતાની ચૂંટણી સભાઓને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ઉત્તર પ્રદેશના બુઢાણામાં સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવને રેલી રદ્દ કરવી પડી છે. કેમ કે સભા સ્થળ પર પાણી ભરાઈ ગયું હતુ.

ઉત્તરાખંડમાં પ્રશાસને રવિવાર સુધી હરિદ્વાર તથા ઋષિકેશ પહોંચી ચૂકેલા ચારધામ યાત્રાના તીર્થયાત્રીઓને હવામાન સુધાર આવવા સુધી આગળ ન વધવાની સલાહ આપી છે. રાજ્યોમાં વર્ષા જનિત ઘટનાઓમાં નેપાળના ૩ શ્રમિકો સહિત ૫ લોકોના મોત થયા તથા બે અન્ય ઘાયલ થયા છે.

પૌડીના જિલ્લાધિકારી વિજય કુમાર જાેગદંડે જણાવ્યું કે જિલ્લામાં લેન્સડોન વિસ્તારમાં સમખાલમાં ભારે વરસાદને લીધે કાટમાળ મજૂરોના ટેંટ પર પડ્યો હતો. જેમાં ૩ વ્યક્તિઓના મોત થયા અને ૨ અન્ય ઘાયલ થયા. તો ચંપાવત જિલ્લામાં સેલખોલામાં મકાન ધરાશાયી થવાથી ૨ લોકોના જીવ ગયા છે. તેમજ ઋષિકેશમાં પ્રવાસી વાહનોને ચંદ્રભાગા પુલ, તપોવન, લક્ષ્મણ ઝૂલા તથા મુનીની રેતી ભદ્રકાલી બેરિયર પાર નથી કરવા દેવામાં આવી રહ્યો.

સીએમ પુષ્કર સિંહ ઘામીએ દહેરાદૂનમાં સચિવાલયના રાજ્ય કન્ટ્રોલ રુમની મુલાકાત કરી તથા હવામાન સંબંધી નવી જાણકારી મેળવી તથા રસ્તાઓ તથા રાજમાર્ગોની સ્થિતિઓ જાણી. કેરળમાં ભારે વરસાદને લીધે રવિવાર સુધીમાં ૨૨ લોકોના મોત થયા તથા તટબંધ વિસ્તારોમાં જળસ્તર વધી રહ્યું છે. રાજ્યમાં રાજસ્વ મંત્રીના રાજને જણાવ્યું કે ૧૦ ડેમો માટે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. તથા સબરીમલા મંદિર માટે તીર્થાટન રોકી દેવામાં આવ્યું છે.

દિલ્હીમાં ભારે વર્ષાથી અનેક સ્થાનો પર ટ્રાફિક જામ લાગ્યો છે. શહેરમાં ન્યૂનતમ તાપમાન ૨૦.૧ ડિગ્રી સેલ્સિયસ રહ્યુ જે સામાન્યથી ૨ ડિગ્રી ઓછું છે. અહીં રવિવારે સવારે સાડા ૮ વાગે સોમવાર સુધી ૮૭.૯ મિલીમીટ વર્ષા થઈ છે. કલકત્તા સહિત પશ્ચિમ બંગાલના અનેક ભાગોમાં વર્ષા થઈ છે.

ઉલ્લેખનીય છે કે હિંડૌન, કરોલી શહેર, રુપવાસ તથા મંગરોલમાં ક્રમશઃ ૧૨૨, ૧૦૭, ૮૨ તતા ૮૧ મિલીમીટર વરસાદ નોંધાયો છે. હિમાચલના કિન્નોર જિલ્લામાં સોમવારે ભારે વરસાદ બાદ આવેલા પુરમાં રાષ્ટ્રીય રાજમાર્ગ ૫માં મૂરંગને જાેડનારોલ લિંક રોડ બંધ થઈ ગયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.