ભારતના આર્મી ચીફ રવિવારે સાઉદી અરબ અને UAEના પ્રવાસે જશે
નવી દિલ્હી, મોદી સરકારના આવ્યા બાદ સાઉદી અરેબિયા અને યુએઈ સાથે ભારતના સબંધોમાં વધારે મજબૂતી આવી છે.હવે બંને દેશો સાથેના સંરક્ષણ અને સુરક્ષા સબંધોને નવી ઉંચાઈએ પહોંચાડવા માટે ભારતીય સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે આ બંને દેશોના પ્રવાસે જવાના છે.
કોઈ ભારતીય આર્મી ચીફનો આ બંને દેશોનો પહેલો પ્રવાસ હશે.આર્મી ચીફ સાઉદી અરેબિયાની નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં પણ સંબોધન કરવાના છે.સૂત્રોના કહેવા પ્રમાણે નરવણે રવિવારે આ બંને દેશોના પ્રવાસે જવા રવાના થાય તેવી શક્યતા છે.આ પ્રવાસ ચાર દિવસનો હશે.
જનરલ નરવણે પહેલા સાઉદી અરેબિયા જશે અને પછી યુએઈની મુલાકાત લેશે.જનરલ નરવણે બંને દેશના ટોચના લશ્કરી અધિકારીઓ સાથે પણ બેઠકો યોજશે.
છેલ્લા કેટલાક દિવસથી બંને દેશો અને ભારતના રાજકીય સબંધોમાં વધારે નિકટતા આવી છે અને હવે બંને દેશો સાથે સંરક્ષણ સબંધો વધારવા માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે.