ભારતના આ 4 રાજ્યોમાં હીટવેવનું રેડ એલર્ટ
(એજન્સી) નવી દિલ્હી, દેશના ઘણા રાજ્યો હાલમાં તીવ્ર ગરમીની ઝપેટમાં છે ભારતીય હવામાન વિભાગએ દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં આજે હીટવેવનું ઓરેન્જ એલર્ટ છે. આ ઉપરાંત આજે ઉત્તરાખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે.
અનુસાર, આ રાજ્યોમાં ૫ દિવસ સુધી તીવ્ર ગરમી રહેશે. તે જ સમયે, હીટવેવની અસર દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાનમાં ૨૩ મે સુધી રહેશે. ૈંસ્ડ્ઢ એ કહ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં દિવસ અને રાત ગરમી રહેશે. રાત્રે ગરમ તાપમાન સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે,
કારણ કે શરીરને ઠંડુ થવાનો મોકો મળતો નથી. શનિવારે દિલ્હી અને રાજસ્થાનમાં તાપમાન ૪૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું. દિલ્હીના મુંગેશપુરમાં મહત્તમ તાપમાન ૪૬.૮ ડિગ્રી સેલ્સિયસ, નજફગઢમાં ૪૬.૭, પીતમપુરામાં ૪૬.૧ અને પુસામાં ૪૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
રાજસ્થાનમાં જેસલમેરમાં ૪૬.૨, બાડમેરમાં ૪૬.૯, ગંગાનગરમાં ૪૬.૩ અને પિલાનીમાં ૪૬.૩ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં અહીં તાપમાનમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં આકરી ગરમી યથાવત છે. હવામાન વિભાગે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. શનિવારે જ તમિલનાડુના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી.
હવામાન વિભાગે બાળકો, વૃદ્ધો અને હઠીલા રોગોથી પીડિત લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહે છે અથવા કામ કરે છે તેઓ બીમાર થવાની સંભાવના છે. હીટવેવ દરમિયાન સતત તડકામાં કામ કરવું સંવેદનશીલ લોકો માટે જોખમી બની શકે છે.
લોકો ગરમીથી બચવા પહાડો તરફ પ્રયાણ કરી રહ્યા છે. જો કે ત્યાં પણ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે જમ્મુમાં મહત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.
હિમાચલ પ્રદેશમાં પણ લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. રવિવારે (૧૯ મે) રાજ્યના સાત જિલ્લામાં હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. શનિવારે (૧૮ મે), રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૨થી ૬.૪ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. ધર્મશાલામાં ૩૬.૧ ડિગ્રી સેલ્સિયસ અને શિમલામાં ૩૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.