ભારતના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાની શક્યતાને જાેતા ઠંડા પવનો ફુંકાય તેવી વકી
અમદાવાદ, રાજ્યમાં સતત ઉંચા જઇ રહેલા વાતાવરણના કારણે ફરી એકવાર ગુજરાતીઓ ગેલમાં આવી ગયા છે. જાે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ૧૪થી ૧૭ ફેબ્રુઆરી વચ્ચે હિમવર્ષાની શક્યતાને જાેતા ગુજરાતમાં સવારે ઠંડા પવનો ફુંકાય તેવી શક્યતા છે.
૨૦ ફેબ્રુઆરીથી ગુજરાતના તાપમાનમાં વધારો થશે. ૧૫ અને ૧૬ ફેબ્રુઆરીએ પૂર્વ સાગર કાંઠે હવામાનમાં ફેરફાર થતા ભેજવાળા વાદળો પૂર્વથી મધ્યપ્રદેશ, વિદર્ભ અને પશ્ચિમમાં આવવાની શક્યતા છે. ૧૬થી ૧૮ ફેબ્રુઆરીમાં મધ્યપ્રદેશમાં કમોસમી વરસાદની શક્યતા છે.
રાજ્યમાં સતત ઉંચા જઇ રહેલા વાતાવરણના કારણે ફરી એકવાર ગુજરાતીઓ ગેલમાં આવી ગયા છે. જાે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ૧૪થી ૧૭ ફેબ્રુઆરી વચ્ચે હિમવર્ષાની શક્યતાને જાેતા ગુજરાતમાં સવારે ઠંડા પવનો ફુંકાય તેવી શક્યતા છે.
૨૦ ફેબ્રુઆરીથી ગુજરાતના તાપમાનમાં વધારો થશે. ૧૫ અને ૧૬ ફેબ્રુઆરીએ પૂર્વ સાગર કાંઠે હવામાનમાં ફેરફાર થતા ભેજવાળા વાદળો પૂર્વથી મધ્યપ્રદેશ, વિદર્ભ અને પશ્ચિમમાં આવવાની શક્યતા છે. ૧૬થી ૧૮ ફેબ્રુઆરીમાં મધ્યપ્રદેશમાં કમોસમી વરસાદની શક્યતા છે.
૮થી ૨૧ માં અરબી સમુદ્ર તરફથી ભેજવાળા વાદળો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવવાને કારણે માવઠાની શક્યતા છે. વધારે ભેજવાળા વાદળો હશે તો વલસાડી, તાપી, સાપુતારા અને પંચમહાલ, દાહોદમાં કમોસમી વરસાદની શક્યતા છે. અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગે જણાવ્યું કે, ૨૧થી ૨૩ ફેબ્રુઆરી વચ્ચે દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમવર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના કારણે સવાર ઠંડા પવન ફૂંકાશે. ૨૦ ફેબ્રુઆરીથી ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકુળતા રહેશે. ફેબ્રુઆરીમાં ૩૬ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે તો માર્ચ મહિનામાં ૩૮ ડિગ્રી તાપમાન ઉંચુ રહેશે. ૧૮થી ૨૧ દરમિયાન વાતાવરણ ડામાડોળ થાય તેવી શક્યતાઓ રહેલી છે. જેના કારણે ખેડૂતોને મહત્તમ નુકસાન થવાની શક્યતા છે.