ભારતના એક્શન બાદ 33 વર્ષમાં પ્રથમ વાર ચીની સેના એર્લટ પર
લદ્દાખ, ભારત-ચીન તણાવ વચ્ચે પૂર્વી લદ્દાખમાં પૈંગોંગ નદીના દક્ષિણી કિનારા પર ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી બોખલાયેલા કપટી ચીને 33 વર્ષ પછી પ્રથમ વખત સેનાની સર્વોચચ્ચ એર્લટ પર રાખી દીધી છે. જો કે ભારત અને ચીનના વિદેશ પ્રધાનો વચ્ચેની બેઠક બાદ તેમાં અંશત: થોડોક ઘટાડો કરવામાં આવ્યો છે.
ચીની સેનાના અધિકારીએ જણાવ્યું કે આ દરમયાન મોટા પ્રમાણમાં સૈનિકો અને હથિયારોને અગ્રિમ મોર્ચા પર તૈનાત કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે ચીની સેનાના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે આ પહેલા આ વિસ્તારમાં એર્લટ વર્ષ 1987માં સર્જાયું હતું. તે સમયે સુમદોરોંગ ચૂ ઘાટીમાં બન્ને પક્ષો વચ્ચેનો તણાવ ચરમ સીમા પર પહોંચ્યો હતો. અને યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી.
પૈંગોગમાં ફાયરીંગની ઘટનાના બીજાદિવસે PLAના સેન્ટ્રલ થિએટર કમાન્ડે 8 સપ્ટેમ્બરનાં રોજ વીબો પર નિવેદન આપતા જણાવ્યું હતું કે તેમને વધુમાં વધુ સૈનિકો તથા હથિયારોની તૈનાત કરવાના આદેશ પ્રાપ્ત થયા છે. ચીની સેનાએ જણાવ્યું કે તેમણે ઘણા પ્રકારના યુદ્ધઅભ્યાસ શરૂ કર્યા છે.