ભારતના એપ પર પ્રતિબંધ લગાવવો ચીની રોકાણકારો અને સર્વિસ પ્રોવાઇડરોના કાયદાકીય હિતોનું ઉલ્લઘંન
પેઇચિંગ, લદ્દાખમાં ભારતીય સૈનિકોના જાેરદાર એકશન બાદ ભારતે વધુ ૧૦૮ ચીની એપ પર પ્રતિબંધ લગાવતા ચીન ભડકી ઉઠયું છે ચીનના વાણિજય મંત્રાલયે ભારતના આ પગલા પર ગંભીર ચિંતા વ્યકત કરી છે ચીની વાણિજય મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને ભારતના આ નિર્ણય પર વિરોધ પણ કર્યો છે.લદ્દાખમાં ચાલી રહેલા તનાવ વચ્ચે ભારતે અત્યાર સુધી ચીનની ૨૨૪ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી ચુકયું છે.
ચીની વાણિજય મંત્રાલયે કહ્યું કે ભારતના એપ પર પ્રતિબંધ લગાવવો ચીની રોકાણકારો અને સર્વિસ પ્રોવાઇડરોના કાયદાકીય હિતોનું ઉલ્લઘંન કરે છે ચીન તેને લઇને ગંભીરાપૂર્વક ચિંતિત છે અને તેનો પુરજાેશ વિરોધ કરે છે આ પહેલા પૂર્વ લદ્દાખમાં એલએસી પર ચીનની સાથે વધતા તનાવ વચ્ચે ભારતે બુધવારે જાણીતી ગેમિંગ એપ પબજી સહિત ૧૧૮ મોબાઇલ એપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો આ એપ ચીનની કંપનીઓ સાથે જોડાયેલી છે.
આ પહેલા જુનમાં ભારતે ટિકટોક સહિત ૫૯ ચટીની એપ પર બેન લગાવ્યો હતો જુલાઇમાં પણ ચીન સાથે જાેડાયેલી ૪૭ એપને પ્રતિબંધિત કરવામાં આવી હતી આ રીતે અત્યાર સુધી ચીન સાથે જાેડાયેલી કુલ ૨૨૪ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે.
ચીનની એપના ભારતમાં મોટી સંખ્યામાં યુઝર હતાં ઘણા ભારતીય યુવાનોને તો લોકપ્રિય ગેમિંગ એપ પબજીનું વ્યસન થઇ ગયું હતું વાત જાે ભારતમાં પબજી એપના ડાઉનલોડની કરીએ તો ૫ કરોડથી વધુ ડાઉનલોડ થઇ છે ભારતમાં તેના ૩.૩ કરોડ એકિટવ યુઝર છે જે ખુબ મોટી સંખ્યા છે હવે તેના પર પ્રતિબંધથી ચીની કંપનીની કમાણી પર અસર પડશે પબજીને આમ તો સાઉથ કોરિયન કંપનીએ ડેવલોપ કરી હતી પરંતુ તેના જેટલા પણ વર્ઝન જારી થાય છે તેને ચીની કંપની ટેન્સેન્ટ જારી કરે છે.મેમાં પબજી વિશ્વની સૌથી વધુ નફો કરતી મોબાઇલ ગેમ બની હતી તેને ૨૨.૬ કરોડ ડોલર એટલે કે ૧૭૦૦ કરોડ રૂપિયાની આવક થઇ હતી હવે ભારતમાં પ્રતિબંધથી ન માત્ર પબજીના યુઝર ઘટશે પરંતુ તેને આર્થિક નુકસાન પણ થશે.HS