ભારતના કારણે કાશ્મીરની શાંતિ અને સલામતી જાેખમમાં મુકાશે : પાક

નવીદિલ્હી: પાકિસ્તાને કાશ્મીર સંદર્ભે આગળ પગલા ભરવા સામે ભારતને ચેતવણી આપતા કહ્યું કે તે, “ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષાને જાેખમમાં મૂકી શકે છે”.
સાપ્તાહિક પ્રેસ કોન્ફ્રેન્સમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયના જાહિદ હાફીઝ ચોધરીએ કહ્યું કે, ભારતને કાશ્મીરમાં તેની ગેરકાયદેસર અને સ્થિર રીતે થનારી કાર્યવાહીઓ પર પુનઃવિચાર કરવો જાેઈએ. તેમણે વધુમાં કહ્યું કે, “ભારતે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ના ઠરાવોનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવું જાેઈએ”, જાેકે ભારતે પાકિસ્તાનના આ નિવેદન અંગે કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, “કેન્દ્રિય શાષિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન ભાગ છે અને આ સત્યને ક્યારે બદલી શકાતું નથી. જમ્મુ કાશ્મીર સરહદ પર ભારતને આતંકવાદ પણ અસ્વીકાર્ય છે અને તે કોઈ પણ તર્કના માધ્યમથી પણ સ્વીકારવામાં આવશે નહીં. ભારત હંમેશાથી કહેતું આવ્યું છે કે કાશ્મીર દેશની આંતરિક બાબત છે અને પાકિસ્તાનને તેના પર બોલવાનો કોઈ અધિકાર નથી.
એક અહેવાલ મુજબ, જાહિદ હાફીઝ ચોધરીએ કહ્યું કે, પાકિસ્તાન એક વિવાદિત ક્ષેત્રના તરીકે કાશ્મીરના ભાગલા અને તેની વસ્તી વિષયકતામાં પરિવર્તન લાવવાના ભારતીય પ્રયાસોનો ભારપૂર્વક વિરોધ કરતે રહેશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, “વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ પણ એક દિવસ અગાઉ અધ્યક્ષ અને જનરલને પત્ર લખીને યુએન નેતાગીરીને પાકિસ્તાનની આ બાબતો અંગેની ચિંતાઓથી માહિતગાર કરવા જણાવ્યું હતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે એમને તેમના દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંયુક્ત યુએનએસસી ના ઠરાવો અનુસાર કાશ્મીર વિવાદના શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણ સમાધાન માટેની તેની જવાબદારીની યાદ અપાવે છે. જાહિદ હાફીઝ ચોધરીના નિવેદન અનુસાર પાકિસ્તાન કાશ્મીરના સ્થાનિકોને તેમના આર્ત્મનિણયના અધિકાર માટેના ન્યાયિક સંઘર્ષમાં તમામ સંભવિત સહાય પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાની સાથે સક્ષમ છીએ.”
પાકિસ્તાન વારંવાર કશ્મીર અને ભારતે સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવાનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે, જાેકે પાકિસ્તાનના આ નિવેદનો પર ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા વ્યક્ત થઈ નથી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને આપેલા એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું, જાે ભારત કાશ્મીર માટેનો રોડ મેપ રજૂ કરે તો પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે પરંતુ ઁસ્ ઇમરાન ખાનના આ નિવેદન પર ભારતે કોઈ ધ્યાન આપ્યું ન હતું.