ભારતના ક્રિપ્ટો એક્સચેન્જાેને ઈડીનું તેડું આવતાં ગભરાટ
અમદાવાદ, ભારતીય તપાસ એજન્સીઓનું કામનું ભારણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ચાઈનીઝ કંપનીઓ પર મંગળવારથી શરૂ થયેલ દરોડાની કાર્યવાહી હજુ ચાલુ છે તેવામાં હવે ભારતના ક્રિપ્ટો એક્સચેન્જાેને ઈડીનું તેડું આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કેટલાક ક્રિપ્ટો એક્સચેન્જાેને મની લોન્ડરિંગ અને ફોરેન એક્સચેન્જના નિયમોના કથિત ઉલ્લંઘન માટે સમન્સ મોકલ્યા છે. આ સપ્તાહની શરૂઆતમાં કોઈનડીસીએક્સ, વઝીર એક્સઅને કોઈન્સવિચકુબેરને ઈડીએ નોટિસ પાઠવી છે.
કોઈનડીસીએક્સના પ્રવક્તાએ કહ્યું, “કોઈનડીસીએક્સએક કંપની તરીકે કાયદાનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને નિયમનકારોને દરેક સમયે સહકાર આપીશું. ઈડીએ ક્રિપ્ટો પ્લેટફોર્મ્સ કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી અને ડેટા મેળવવા માટે ભારતના મોટા એક્સચેન્જાેને નોટિસ મોકલી છે.
કોઈન્સવિચકુબેરે જણાવ્યું અમને વિવિધ સરકારી એજન્સીઓ તરફથી પ્રશ્નો મળે છે. વઝીરએક્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, જ્યાં કંપની અને તેના ડિરેક્ટરોએ રિટ પિટિશન દાખલ કરી હતી અને કોર્ટે વચગાળાનો આદેશ પસાર કર્યો હતો.
અમે તે આદેશનું પાલન કર્યું છે. મીડિયા અહેવાલ અનુસાર એક એક્સચેન્જના એક વરિષ્ઠ અધિકારીએ આ વાત સ્વીકારી અને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી એક્સચેન્જને નિયમિતપણે બોલાવવામાં આવી રહ્યાં છે. અમારી પાસેથી ગ્રાહકનો ડેટા અને ટ્રાન્ઝેકશનની વિગતો માંગવામાં આવે છે. ઈડી અને ફેમા સિવાય અન્ય કેટલીક એજન્સીઓ પણ અલગ-અલગ વિગતોની તપાસ કરી રહી છે.SS2KP