ભારતના તમામ સાંસદોના એડ્રેસ, મોબાઈલ નંબર હવે એક ‘એપ’ ઉપર મળી શકશે
ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યારસુધી ઘણી બધી સતાઓ અને સત્તાધીશો બદલાયા પહેલા પણ કેટલીય મુશ્કેલી અને ગુલામી પ્રથાથી આ ભારત વર્ષ અથવા તો હિન્દુસ્તાન ઝઝૂમી રહયો હતો અને તમામ ધર્મો પોતાના પરંપરાઓ અને રૂઢીઓ જકડી રાખવાથી આજ પણ જીવંત છે.
અને ભારતમાં તમામ ધર્મેો ને સમાનતા નો હક મળેલ છે. પણ છેલ્લા કેટલાક સમયથી ધર્મ-ધર્મ રમતા નેતાઓના મગજમાં એટલો ધર્મ મગજમાં ગરી ગયો છે. એ નેતા સત્તા માટે ધર્મ-ધર્મ રમી અને સાંસદમાં પણ આ ચાલુ થઈ ગયું છે. અને મૂળ મુદાઓ સાઈડ થઈ જાય છે.
ઘણીવાર ઘણા નેતાઓના એવા શબ્દો જાહેરમાં બહાર આવી જાય છે કે જે દેશનું પ્રતિનિધીત્વ કરનાર વ્યકિતએ ન બોલવા જાેઈએ અને એનાથી દૂર રહેવું જાેઈએ સાથે સાથે ઘણા પ્રશ્નો પણ એવા છે કે જે વર્ષોથી સાંસદમાં રજુ થવા જાેઈએ.. પણ હજુ સુધી રજુ થયા નથી. જે લોકશાહી માટે દુઃખદ છે.
હાલમાં જ મહુવા મોઈત્રા દ્વારા પણ દેશની પરીસ્થિતી બતાવવા જૈન ધર્મ વિશે ટીપ્પણી કરેલ હતી જેનાથી જૈનો તેમજ અન્ય ઘણા સંગઠનોમાં ઘેરા પ્રત્યાઘાત જાેવા મળ્યા પણ એનો નિવેડો ના આવ્યો. વળી ઘણા સાંસદો એ અને સાથે સાથે તમામ જૈન સંઘોએ રાજયપાલ ને લેટર લખ્યા પણ સીધુ મહુવા સુધી કોઈ ના પહોચ્યું.
માટે જાે આવી એપ મોબાઈલમાં હોય તો તુરંત જ રીએકશન આવી શકે અને કમસે કમ સામાન્ય માણસ પોતાના સાંસદને પોતાની અને દેશની સાચી વ્યથા સીધી જ પ્રગટ કરી શકે. સામે સાંસદો પણ માત્ર પોતાની આસપાસના વાતાવરણમાંથી આવતા મેસેજ કે લોકોની વાત પર વિશ્વાસ કરવાને બદલે સીધું જમીન પરના સામાન્ય લોકોની વાત સાંભળી શકે એ માટે આ એપ ખૂબ જ ઉપયોગી થાશે.
વળી આ એપ ઓફલાઈન કામ કરશે જેમાં તમને તમામ સાંસદો ના મોબાઈલ નંબર મેઈલ, એડ્રેસ, સ્થળ અને પક્ષની વિગતો મળી જશે.
જયારે તમારે એ સાંસદો નો બાયો જાેતો હોય તો એના નામ પર કિલક કરી અને ઓનલાઈન પણ મળી જશે. આમ આ સાંસદ તેમજ સામાન્ય માણસને જાેડવાનો એક હકારાત્મક અભિગમ લઈ આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.
એપ તમે મોબાઈલ નંબર મોકલી ડાઉનલોડ કરી શકશો. અથવા 8780700134 પર GET APP લખી મોકલશો તો આપને આ એપ મળી જશે. એપ ડાઉનલોડ કરવા સમયે તમારે અને નોન શોર્સ ઓફ રાખવું પડશે.