Western Times News

Gujarati News

ભારતના દબાણ બાદ પાકિસ્તાનમાં મંદિરનું રીપેરિંગ કામ કરવામાં આવ્યું

નવીદિલ્હી: ભારતના દબાણ સામે નમીને પાકિસ્તાન સરકારે આખરે ક્ષતિગ્રસ્ત હિંદ મંદિરની મરામ્મત કરાવી છે. ઈમરાન સરકારે કહ્યું પંજાબ પ્રાંતમાં તોડાયેલા મંદિરની મરામ્મત કરવા માટે તેને હિંદુ સમુદાયને સોંપવામાં આવ્યું છે. સાથે હુમલામાં ૯૦ શંકાસ્પદની ઘરપકડ કરાઈ છે. લાહોરથી લગભગ ૫૯૦ કિમી દૂરના પ્રાંતમાં રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ કસ્બામાં ૪ ઓગસ્ટે એક ગણેશ મંદિર પર ભીડે હુમલો કર્યો જેની પર ભારત સરકારે તીખો જવાબ આપ્યો હતો.

પાકિસ્તાનના કટ્ટરપંથીઓએ એક હિંદુ બાળક પર ઈશનિંદાનો આરોપ લગાવ્યો છે. બાળકને કોર્ટથી જમાનત મેળવ્યા બાદ ભડકેલી ભીડે હથિયારોની સાથે હિંદુઓ પર હુમલો કર્યો આ સમયે મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી. ભગવાનની મૂર્તિઓને ખંડિત કરાઈ. આ ઘટનાને લઈને ભારત સરકારે મોટો વિરોધ નોંધાવ્યો, આ પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને મંદિરની મરામ્મતની વાત કહી હતી.

રહીમ યાર ખાનના જિલ્લા પોલિસ અધિકારી અસદ સરફરાઝે કહ્યું કે સરકારે મંદિરના જીર્ણોધ્ધારનું કામ પૂરું કર્યું છે. તેને સ્થાનિક હિંદુ સમુદાયને સોંપવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે મંદિર પૂજા માટે તૈયાર છે. તેના જવાબમાં અનેક શંકાસ્પદની ઘરપકડ કરાઈ છે. સરફરાઝે કહ્યું કે વીડિયો ફૂટેજના આધારે ૯૦ શંકાસ્પદની ધરપકડ કરી લેવાઈ છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી લેવાઇ છે.

મંદિર પરના હુમલાને લઈને પાકિસ્તાનની દુનિયાભરમાં આલોચના થઈ રહી છે. પ્રધાન ન્યાયાધીશ ગુલઝાર અહમદે પણ ઘટનાને અફસોસ જનક ગણાવી હતી. તેઓએ કહ્યું કે મંદિરમાં તોડફોડની ઘટના દેશને માટે શરમજનક છે. કેમકે પોલીસ મૂક દર્શક બની રહી છે.પાકિસ્તાનમાં હિંદુ અલ્પસંખ્યક છે. અહીં વધારે મોટી સંખ્યામાં હિંદુ આબાદી સિંઘ પ્રાંતમાં રહે છે. તેમને અનેક વાર માનસિક ત્રાસ અને ભેદભાવનો સામનો કરવો પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.