ભારતના પાંચ રાજયોમાં કોરોના વાયરસનો સૌથી મોટો ખતરો
નવીદિલ્હી, કોરોના વાયરસએ એકવાર ફરી યુરોપિયન દેશોમાં તબાહી મચાવી છે.યુરોપના દેશોમાં છેલ્લા કેટલાક સમયથી શાંત પડેલા કોરોનાના કેસમાં અચાનક તેજી આવી છે.નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલે આ માહિતી આપી અને કહ્યું કે આ મહામારી યુરોપના ઘણા દેશોમાં ખુબ ઝડપથી વધતી જાેવા મળી રહી છે.
ડો વી કે પોલે કહ્યું કે આ દેશોમાં કોરોના વાયરસની બીજી લહેર પ્રથમ આવેલી તબાહીથી ખુબ મોટી જાેવા મળી રહી છે.લોકો પર બીમારીનું સંકટ છવાય રહ્યું છે અહીં મહામારી એકવાર ફરી પોતાના ચરમ પર છે અમેરિકામાં તો લોકો કોરોનાની ત્રીજી લહેરના પ્રકોપનો સામનો કરી રહ્યાં છે અમેરિકામાં આ સમયે કોરોનાના ૨૮ લાખથી વધુ એકિટવ કેસ છે.
પોલે કહ્યું કે કોરોના વાયરસનો સુપર સ્પ્રેડ નાની સંખ્યામાં પણ હોઇ શકે છે જાે ઇન્ફેકશન માત્ર ૨-૪ લોકોને સંક્રમિત કરે પરંતુ આ મામલામાંવાયરસને મોટા સ્તરે ફેલાવવાનો પડકાર ઉભો કરી શકે છે મહત્વનું છે કે એકસપર્ટ પહેલાથી કોરોના વાયરસના ટ્રાન્સમિશન રેટને લઇને પરેશાન છે જે તેનું ઝડપથી ફેલાવું મુખ્ય કારણ છે.
આરોગ્ય સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૯.૪ ટકા કેસ માત્ર કેરલ વેસ્ટ બંગાળ મહારાષ્ટ્ર કર્ણાટક અને દિલ્હીથી સામે આવ્યા છે તહેવારોની સીઝનમાં પણ તેનું મોટું કારણ હોઇ શકે છે.આ ખુબ ચિંતાનો વિષય છે અને અમે રાજયસરકારો સાથે સતત વાત કરી રહ્યાં છીએ તેમણે જણાવ્યું કે કોવિડ ૧૯ના કુલ એકિટવ કેસના ૭૮ ટકા તો દેશના ૧૦ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ ૧૯થી થયેલા મોતના ૫૮ ટકા કેસ પાંચ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જાેવા મળી રહ્યાં છે તેમાં મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ દિલ્હી છત્તીસગઢ અને કર્ણાટક સામેલ છે પરંતુ છેલ્લા પાંચ અઠવાડીયાથી કોવિડ ૧૯થી મોતનો ગ્રાફ ભારતમાં નીચે ગયો છે મહત્વનું છે કે ભારતમાં કોરોનાની ઝપેટમાં આવવાથી અત્યાર સુધી ૧.૨૦ લાખ જેટલા લોકોના મૃત્યુ થયા છે.HS