ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દીરા ગાંધીને ભરૂચ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
ભરૂચ: ભારત ના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દીરા ગાંધી ના જન્મદિન નિમિત્તે જીલ્લા કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા અને શહેર ના હોદ્દેદારો અને કાર્યકરો ની ઉપસ્થિતિ માં ઈન્દીરા ગાંધી ના ફોટા પર ફુલહાર કરી તેમના જન્મદિને શ્રદ્ધાજંલી અર્પી હતી.કોંગીજનો દ્વારા ઈન્દીરા ગાંધી ના રાષ્ટ્ર માટે ના યોગદાન ને બિરદાવી તેઓના અડગ નિર્ણય શક્તિ ની સરાહના કરી તેઓ ને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.આ પ્રસંગે શહેર પ્રમુખ વિક્કી સોખી,જીલ્લા પ્રવક્તા નાઝુ ફ્ડવાલા,પાલિકા વિપક્ષી ના નેતા સમશાદઅલી સૈયદ સહીત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.