Western Times News

Gujarati News

ભારતના પ્રધાનમંત્રીના વિઝનને પરિપૂર્ણ કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ: ભૂપેન્દ્ર પટેલ

મુંબઇ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રામાં અઢી દાયકામાં રાજ્યની પોલિટીકલ સ્ટેબિલીટી, ડેવલપમેન્ટ માટેનું કમિટમેન્ટ અને ઓલ રાઉન્ડ હોલિસ્ટીક ડેવલપમેન્ટનું એનવાયરમેન્ટ મહત્વના બન્યા છે.

મુખ્યમંત્રીએ આગામી જાન્યુઆરી-ર૦રરમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડીશનના પૂર્વાધ રૂપે મુંબઇમાં ઊદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓ અને વિદેશી રાષ્ટ્રોના કોન્સ્યુલેટસ તેમજ ડેલિગેટસ સાથે ઇન્ટરેક્ટીવ મીટ યોજી હતી.

ભૂપેન્દ્ર પટેલે આ મીટમાં સંબોધન કરતાં જણાવ્યું કે, કોઇ પણ રાષ્ટ્ર-રાજ્યના વિકાસ માટે પોલિટીકલ સ્ટેબિલીટી અને જનસેવા તથા વિકાસ માટેની પ્રતિબદ્ધતા મહત્વના હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતે સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી વિકાસના અનેક નવા સિમાચિન્હો પાર કર્યા છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે ઉમેર્યુ કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૦૩માં વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરી ત્યારે દેશ અને દુનિયા માટે આ એક નવતર પ્રયોગ હતો. આજે ગુજરાતની ગ્લોબલ બ્રાન્ડ ઇમેજ આ વાયબ્રન્ટ સમિટ બની ગઇ છે. પહેલાં વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં મૂડીરોકાણની ચર્ચા થતી હતી પણ હવે અહીં રોકાણની સાથે સાથે વિશ્વની સમસ્યાઓ, તેના સમાધાન અને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ અવસરોનું ચિંતન-મંથન પણ થાય છે.

નેટવર્કીંગ અને નોલેજ શેરીંગ પણ થાય છે. તેમણે કહ્યું કે, આ ઇવેન્ટના માધ્યમથી આખી દુનિયા જાણી ગઈ છે કે ગુજરાતે વર્લ્‌ડક્લાસ સ્ટેટ બનવા માટેના નક્કર કદમ ભર્યા છે. આ જ વિરાસતને આગળ ધપાવી ગુજરાતે વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૨નું આયોજન કર્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ ૧૩૦ કરોડ દેશવાસીઓના આગવા વિકાસ માટે આર્ત્મનિભર ભારતનું જે વિઝન અપનાવ્યું છે તેને પરિપૂર્ણ કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબધ્ધતાથી કર્તવ્યરત છે. તેમણે કહ્યું કે, આગામી વાઇબ્રન્ટ સમિટની થીમ પણ આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારત રાખવામાં આવી છે.

મુખ્યમંત્રીએ મુંબઇના અગ્રણી ઊદ્યોગકારો અને ડેલિગેટ્‌સ સમક્ષ ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમીનું વિસ્તૃત વિવરણ આપતાં જણાવ્યું કે, દેશ અને દુનિયાના વેપાર ઊદ્યોગકારો માટે ગુજરાત મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સાતત્યપૂર્ણ સામાજિક-આર્થિક વિકાસને બળ આપવા નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને ડિજીટલ નેટવર્ક, ઈમર્જીંગ ટેક્નોલોજી, ફિનટેક, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન, ઈ-વ્હીકલ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, નોલેજ એક્સ્ચેન્જ, એક્સ્પોર્ટ, ટુરિઝમ અને ફાઈનાન્સીયલ સર્વિસ જેવા ક્ષેત્રોમાં વધુ મૂડીરોકાણ મેળવવાની ગુજરાત સરકારની નેમ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે કરેલા નોંધપાત્ર આર્થિક અને સામાજિક વિકાસની વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પી.એમ ગતિશક્તિ માસ્ટર પ્લાન, પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ સ્કીમ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઈઝ ઓફ લિવિંગ, મેક ઈન ઈન્ડિયા સહિતની અનેક પહેલથી દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંકાયા છે.

ગુજરાત આ બધી પહેલમાં લીડ લઇને આર્ત્મનિભર ભારત માટે આર્ત્મનિભર ગુજરાતના મંત્રથી મક્કમતાથી આગળ વધ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત સર્વસમાવેશક, સર્વગ્રાહી વિકાસ માટેની સંપૂર્ણ ઇકોસિસ્ટમ ધરાવે છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.