ભારતના ફાસ્ટ બોલર વિનયકુમારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો
નવીદિલ્હી: ભારતના ફાસ્ટ બોલર વિનયકુમારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે ટિ્વટર પર તેણે પોતાના સાથી ખેલાડી,સહયોગિઓ અને પ્રશંસકોના નામે લખેલ પત્રમાં આ વાતની માહિતી આપી છે. તેમણે તમામ ફોર્મેન્ટથી રિટાયરમેંટની જાહેરાત કરી છે વિનયકુમારના આ નિર્ણય પર પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે પ્રતિક્રિયા વ્યકત કરતા શાનદાર કેરિયરના અભિનંદન આપ્યા છે.વિનયકુમાર લાંબા સમય સુધી આઇપીએલની અલગ અલગ ટીમોથી રમી ચુકયો છે.
પોતાના સંન્યાસ પત્રમાં વિનયકુમારે તમામ સીનિયર ખેલાડીઓનો આભાર વ્યકત કરતા લખ્યું મારૂ કેરિયર અનિલ કુંબલે રાહુલ દ્વવિડ એમ ઐસ ધોની વીરેન્દ્ર સહેવાગ ગૌતમ ગંભીર જેવા ખેલાડીઓની વચ્ચે રહેવાની સાથે અને સાથે રમતા આગળ વધ્યું હું જયારે મુંબઇ ઇન્ડિયંસ માટે રમતો હતો ત્યારે સચિન તેંડુલકરનું ગાઇડેંસ પણ ખુબ મળતુ રહ્યું તેણે કહ્યું હું ખુબ સૌભાગ્યશાળી છું કે મારા દેશ માટે રમી શકયો મારા કેરિયરમાં અનેક યાદગાર ક્ષણ આવ્યા જેને હું જીવનભર ભુલી શકીશ નહીં હું કર્ણાટક ક્રિકેટ એસોસિએશનનો પણ આ પ્રસંગે આભાર માનુ છું
જેણે મને તક આપી અહીંથી મને દેશ માટે રમવાની તક મળીવિનયકુમારે ભારત માટે એક ટેસ્ટ મેચ રમી છે જેમાં તેને એક વિકેટ મળી છે જયારે ૩૧ વનડે રમી છે અને કુલ ૩૮ વિકેટ તેના નામ પર છે. ભારત માટે ેણે કુલ નવ ટી ટવેન્ટી મેચ રમી છે જેમાં તેણે ૧૦ વિકેટ પોતાના નામે કરી છે. વિનયકુમાર કર્ણાટક માટે ૧૦૦ મેચ ઘરેલુ મેચ રમી ચુકયો છે