ભારતના રશિયાથી મિસાઈલ સિસ્ટમ ખરીદીના ર્નિણયને લઈને અમેરિકાએ વાંધો વ્યક્ત કર્યો
વોશિંગ્ટન, અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાયડનના પ્રશાસનની જેમ એક સીનિયર અધિકારીએ બુધવારે કહ્યું કે રશિયાથી જી-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાનો ર્નિણય બન્ને દેશોના સંબંધમાં એક સમસ્યા તરીકે સામે આવી છે. અમેરિકન અધિકારીઓનું કહેવું છે આ સોદો સુરક્ષાના હેતુથી બરાબર નથી.
જાે કે તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા અને ભારત એક મજબૂત પાર્ટનર રહ્યા છે અને આશા છે કે બન્ને દેશોમાં આ મદ્દાને દ્વીપક્ષીય વાર્તાના માધ્યમથી ઉકેલવા સક્ષમ થશે.અમેરિકાના ડિપ્ટી સેક્રેટરી ઓફ સ્ટેટ વેન્ડી શર્મને નવી દિલ્હીમાં પત્રકારોની સાથે વાતચીતમાં કહ્યું કે જે દેશ જી-૪૦૦નો ઉપયોગ કરવાનો ર્નિણય કરે છે. તેમને લઈને અમારી નીતિઓ સાર્વજનિક રહી છે. અમને લાગે છે કે આ ખતરનાક છે અને આ કોઈ પણ સુરક્ષાના હિતમાં નથી.
જાેકે તેમ છતાં હું કહેવા માંગુ છું કે ભારત અને અમેરિકાનો સંબંધ ઘણો મજબૂત છે. ઉલ્લેખનીય છે કે રશિયાથી જી-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદવાના કારણે અમેરિકાએ નાટોના સભ્ય દેશ તૂર્ક પર પ્રતિબંધ લગાવ્યા હતા. તેવામાં એ વાતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે અમેરિકા ભારત પર પણ આવો પ્રતિબંધ લગાવી શકે છે.
વેન્ડ શર્મને વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાની સાથે પોતાની મીટિંગ દરમિયાન રશિયાથી જી-૪૦૦ મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદીના ભારતના પગલા પર અમેરિકાની અસહજતાને વાગોળી.
વેન્ડીથી એક પત્રકારોને પૂછ્યું કે શું રશિયાની જી-૪૦૦ ખરીદવા પર અમેરિકા ભારત પર પ્રતિબંધ લગાવી શકે? આના પર વેન્ડીના કહ્યું કે અમે ભવિષ્યને લઈને ઘણા વિચાર- વિમર્શ કરી રહ્યા છીએ અને આપણા દેશોની વચ્ચે વાર્તાથી કોઈ સમસ્યાઓ ઉકેલી છે. અમે આશા રાખીએ છીએ કે આ સમસ્યાને ઉકેલામાં સફળ રહીશું.
એક સોર્સ મુજબ વેન્ડી શર્મન અને હર્ષ શ્રૃંગલાએ રશિયાની સાથે ભારતના એસ-૪૦૦ કરાર પર ચર્ચા કરી હતી. ભારતના રક્ષા સચિવ અજય કુમાર જલ્દી અમેરિકન રક્ષા નીતિ સમૂહની મીટિંગમાં શામેલ થવા માટે વોશિંગ્ટન જશે. આ બેઠકમાં એસ ૪૦૦ મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે.
અમેરિકાએ અનેક વાર સંકેત આપ્યા છે કે રશિયા- ભારતની એસ ૪૦૦ મિસાઈલ સોદો અમેરિકા- ભારતની રક્ષા ભાગીદારી ઉપર સંકટ પેદા કરી શકે છે અને અમેરિકા કાઉન્ટરિંગ અમેરિકા એડવાઈઝરિઝ થ્રુ સેંક્શન એક્ટના સેક્શન ૨૩૧ હેઠળ અમેરિકા ભારત પર પ્રતિબંધ પણ લગાવી શકે છે. જાે કે વેન્ડીએ સ્પષ્ટ કર્યું છે કે એસ ૪૦૦ કરારને લઈને શક્ય પ્રતિબંધ અંગે કોઈ ર્નિણય રાષ્ટ્રપતિ જાે બાયડન અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન લેશે.HS